‘મહાભારતના ભીષ્મ પિતામહ’ અને ‘શક્તિમાન’ જેવા ટીવી શોથી પોતાની ઓળખ બનાવનાર મુકેશ ખન્ના અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કલાકાર સાથે જોડાયેલા દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. ત્યારે થોડા સમય પહેલા જ તેમણે સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો, જેના પર સોનાક્ષી સિંહા લાલચોળ થઇ છે. આ મામલો અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જોડાયેલો છે.
સોનાક્ષી કેમ ભડકી ?
એકવાર મુકેશ ખન્નાએ ‘KBC’માં ભગવાન હનુમાન સાથે સંબંધિત એક પ્રશ્નનો જવાબ ન આપવા બદલ સોનાક્ષી સિંહાને ટ્રોલ કરી હતી. સોનાક્ષીના ઉછેર પર પણ સવાલો ઉઠાવ્યા છે. હવે સોનાક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આગામી સમયમાં જો મારા ઉછેર પર સવાલો ઉઠાવવામાં આવશે તો યાદ રાખજો… તે ઉછેરના કારણે જ મેં સન્માન સાથે જવાબ આપ્યો છે. હાલમાં જ સોનાક્ષીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. આ જવાબ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જોકે મામલો થોડો જૂનો છે.
સોનાક્ષી સિન્હાએ મુકેશ ખન્નાને આપ્યો જવાબ
સોનાક્ષીએ હવે જવાબ આપતા લખ્યું, ‘મેં તાજેતરમાં એક નિવેદન વાંચ્યું જેમાં મુકેશ ખન્નાજીએ મારા પિતા શત્રુઘ્ન સિંહાને ‘રામાયણ’ સંબંધિત પ્રશ્નનો જવાબ ન આપવા માટે જવાબદાર ગણાવ્યા હતા. તેણે આગળ લખ્યું કે સૌથી પહેલા હું તમને યાદ અપાવી દઉં કે તે સમયે હોટ સીટ પર બે અન્ય મહિલાઓ પણ હતી, જેમને આ સવાલનો જવાબ ખબર નહોતી. પણ તમે વારંવાર મારું નામ જ લીધું. સોનાક્ષીએ પણ સ્વીકાર્યું કે ભૂલ તેની હતી. તેણે વધુમાં મુકેશ ખન્નાને કહ્યું કે તમે કદાચ ભગવાન રામે આપેલા કેટલાક પાઠ ભૂલી ગયા છો. ભગવાન રામે મંથરા અને કૈકાઈને માફ કરી દીધા હતા. અંતે તો રાવણને પણ માફ કરી દેવામાં આવ્યો. તો આ સ્થિતિમાં તમે આ બાબત કેમ ભૂલી ન શકો.
મારા ઉછેરને લઇને ટિપ્પણી કરી છેને તો….
જો કે મારો કહેવાનો અર્થ એ બિલકુલ નથી કે હું માફી માગુ છું. સાથે જ સોનાક્ષીએ ચેતવણી આપી કે હવે પછી જો મારા ઉછેરને લઇને કંઇ ટિપ્પણી કરી છે ને તો યાદ રાખો, કે તેમના ઉછેર અને મૂલ્યોને કારણે જ તમને ખૂબ સન્માન જનક જવાબ આપી રહી છું. ઉલ્લેખનીય છે કે કેબીસીમાં રામયાણને લઇને પૂછેલા એક સવાલનો જવાબ સોનાક્ષી સિન્હા આપી શકી ન હતી. તેને લઇને મુકેશ ખન્નાએ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જો હું ‘શક્તિમાન’ હોત તો આજના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે શીખવ્યું હોત. તેમને આશ્ચર્ય થયું કે શત્રુઘ્ન સિંહાએ આ બધું તેમના બાળકોને કેમ ન શીખવ્યું.
Source link