ટીએમસી સાંસદ અને ફેમસ એક્ટર શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાએ ઘણી ફિલ્મો સુપરહિટ આપી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, તે તેના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં હતી. હવે તે બીજા કારણસર સમાચારમાં છે.
તાજેતરમાં તેણે 8.50 કરોડ રૂપિયાનો નફો કમાયો છે. તેણે આ નફો કોઈ ફિલ્મમાંથી નહીં પણ રિયલ એસ્ટેટમાંથી મેળવ્યો છે. તેણે લગભગ 5 વર્ષ પહેલાં એક ફ્લેટમાં રોકાણ કર્યું હતું. જેમાં તેણે 8.50 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તમને જણાવીએ કે તેણે ફ્લેટ ક્યાંથી અને કેટલા રૂપિયામાં ખરીદ્યો, જે તેણે વેચીને કરોડો રૂપિયાનો નફો કમાયો.
સોનાક્ષીના એપાર્ટમેન્ટની વધી કિંમત
સોનાક્ષી સિંહાએ વર્ષ 2020માં 14 કરોડ રૂપિયામાં પોતાની આ મિલકત ખરીદી હતી. આ એપાર્ટમેન્ટ 22.50 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ એપાર્ટમેન્ટની કિંમતમાં 61 ટકાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સિંહા પાસે 81 ઓરિએટમાં બીજું એક એપાર્ટમેન્ટ છે. મીડિયા રિપોર્ટ મુજબ, વેચાણ ડોક્યુમેન્ટ મુજબ, આ મિલકતના ખરીદનાર રિચી બંસલ છે. આ 45 વર્ષીય મહિલા પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારની રહેવાસી છે. તેણે જાન્યુઆરી 2025 માં જ આ મિલકતની નોંધણી માટે ડોક્યુમેન્ટ ફાઈલ કર્યા.
આ ફિલ્મોમાં જોવા મળી હતી સોનાક્ષી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મ દબંગથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં, તેણે સંજય લીલા ભણસાલીના પીરિયડ ડ્રામા હીરામંડી (2024) માં ડબલ રોલ ભજવ્યો હતો. એક્ટિંગ કરિયર સિવાય સિંહાએ SOEZI સાથે સૌંદર્ય ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે, જે પ્રેસ-ઓન નેઈલ્સમાં નિષ્ણાત બ્રાન્ડ છે.
ઝહીર ઈકબાલ સાથે કર્યા લગ્ન
તમને જણાવી દઈએ કે ઝહીર ઈકબાલે સલમાનના પ્રોડક્શન ફિલ્મ ‘નોટબુક’ થી ડેબ્યૂ કર્યું હતું. સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂને મુંબઈમાં લગ્ન કર્યા. બંને સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે.
Source link