ENTERTAINMENT

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ખટખટાવ્યો હાઈકોર્ટનો દરવાજો, શું છે મામલો?

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન વર્ષ 2024માં આંધ્રપ્રદેશની સામાન્ય ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. તેમણે નંદયાલમાં ચૂંટણી દરમિયાન તેમના સાથીદાર અને YSRCP નેતા શિલ્પા રવિચંદ્ર રેડ્ડીને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પર આચારસંહિતા ભંગનો આરોપ પણ લાગ્યો હતો. આરોપ હતો કે, અલ્લુ અર્જુન અને રેડ્ડીએ પરવાનગી વિના ધારાસભ્યના નિવાસસ્થાને જાહેર સભાનું આયોજન કર્યું હતું. આ સંબંધમાં તેમના પર આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ હતો. હવે અલ્લુ અર્જુને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

શું છે મામલો?

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને એક જૂના કેસમાં રાહત મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. વિધાનસભા ચૂંટણી 2024 પહેલા તેમણે તેમના સહયોગી શિલ્પા રવિચંદ્ર રેડ્ડીની પાર્ટીને સમર્થન આપ્યું હતું. પરવાનગી વિના એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમિયાન અલ્લુ અર્જુને નંદયાલમાં પોતાની હાજરી આપી હતી. તેના આવ્યા બાદ અલ્લુના ઘણા ફેન્સ ત્યાં એકઠા થઈ ગયા હતા જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ પછી એક વ્યક્તિ દ્વારા અલ્લુ અને રવિ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાયિક સંહિતા)ની કલમ 144 અને 188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે રાહત મેળવવા અલ્લુ અર્જુને હવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

અલ્લુ અર્જુને હાઈકોર્ટમાં કરી અપીલ

અલ્લુ અર્જુને આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેનો ઈરાદો ખોટો નહોતો અને તે પોતાના મિત્રને સમર્થન આપવા માટે જ જાહેર સભાનો ભાગ બન્યો હતો. હવે અભિનેતાએ હાઈકોર્ટમાં અપીલ કરી છે કે, તેની સામે ચાલી રહેલા કેસને રદ કરવામાં આવે. અલ્લુ અર્જુનના આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે 22 ઓક્ટોબર 2024ના રોજ થશે. હવે જોવાનું એ રહે છે કે કોર્ટમાં આ મામલે શું ચુકાદો આવે છે.

પુષ્પા 2 ડિસેમ્બરમાં થશે રિલીઝ

અલ્લુ અર્જુનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અલ્લુ અર્જુન હાલ પુષ્પા 2 ફિલ્મની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં આ વખતે અલ્લુનો વધુ વિકરાળ અવતાર જોવા મળશે. તેનો પહેલો ભાગ ઘણો પસંદ આવ્યો હતો. હવે તેના બીજા ભાગને લઈને પણ આવી જ અપેક્ષા છે. આ ફિલ્મને લઈને ફેન્સ પહેલાથી જ ઘણા ઉત્સાહિત છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button