મેચની અંતિમ પળોમાં અમાદ ડાયેલોએ છેલ્લી 12 મિનિટમાં ગોલની હેટ્રિક નોંધાવતા માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં સાઉથમ્પ્ટન સામે સંઘર્ષ કર્યા બાદ 3-1થી વિજય મેળવ્યો હતો.
મેન્યુઅલ ઉગાર્ટેએ 43મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો જેના કારણે સાઉથમ્પ્ટન 1-0થી આગળ થયું હતું. યુનાઇટેડે સ્કોર સરભર કરવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા અને એક સમયે તે મુકાલબો હારી જશે તેમ લાગતું હતું પરંતુ અમાદ ડાયેલોએ 82મી મિનિટે પોતાનો પ્રથમ ગોલ કરવાની સાથે ટીમ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ તેણે 90મી મિનિટે અને એક્સ્ટ્રા ટાઇમની ચોથી મિનિટે (કુલ 94મી મિનિટ) ગોલ કરીને ટીમને વિજય અપાવી દીધો હતો. આ મેચ પહેલાં યુનાઇટેડે સતત ત્રણ મેચમાં પરાજયનો સામનો કર્યો હતો. પોઇન્ટ ટેબલમાં હવે તે 12મા ક્રમે પહોંચી ગયું છે.
Source link