- સાઉથ દિલ્હીની ટીમે નોર્થ દિલ્હી સામેની મેચમાં કુલ 31 સિક્સર ફટકારી
- ટી20 ઇતિહાસનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાયો, પ્રિયાંશે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા
- સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં ટી20 ક્રિકેટના ઇતિહાસના ઘણા રેકોર્ડ તૂટયા હતા
દિલ્હી પ્રીમિયર લીગમાં શનિવારે નોર્થ દિલ્હી સ્ટ્રાઇકર્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં ટી20 ક્રિકેટના ઇતિહાસના ઘણા રેકોર્ડ તૂટયા હતા. સાઉથ દિલ્હીએ ટી20 ક્રિકેટ ઇતિહાસનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.
આયુષ બદોનીના નેતૃત્વ હેઠળની સાઉથ દિલ્હી ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટે 308 રનનો સ્કોર નોંધાવ્યો હતો. પ્રિયાંશ આર્યાએ તેની ઇનિંગ દરમિયાન એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. પ્રિયાંશ અને આયુષ વચ્ચે 286 રનની ભાગીદારી નોંધાઇ હતી જે ટી20 ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીની હાઇએસ્ટ ભાગીદારી નોંધાઇ છે. બંનેએ કુલ 29 છગ્ગા અને સાઉથ દિલ્હીની ટીમે કુલ 31 છગ્ગા ફટકાર્યા હતા. આ ટી20 ક્રિકેટની એક ઇનિંગમાં હાઇએસ્ટ સિક્સરનો પણ રેકોર્ડ છે. બદોનીએ 19 સિક્સર ફટકારીને ક્રિસ ગેઇલનો રેકોર્ડ બ્રેક કર્યો હતો.
પ્રિયાંશ આર્યાએ 50 બોલમાં 10 સિક્સર વડે 120 રનની ઇનિંગ રમી હતી. બદોનીએ 55 બોલમાં 19 સિક્સરની મદદથી 165 રનની ઇનિંગ રમી હતી. પ્રિયાંશે નોર્થ દિલ્હીના મનન ભારદ્વાજે નાખેલી 12મી ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને યુવરાજસિંહ તથા રવિ શાસ્ત્રી જેવા ખેલાડીઓની ઇલિટ ક્લબમાં સ્થાન મેળવ્યું હતું.
Source link