પહેલીવાર સાથે રમી રહેલી નોવાક જોકોવિચ અને કિર્ગિયોસની જોડી બ્રિસબેન ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ છે. બુધવારે આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનારી જોડીનો એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં નિકોલા મેક્ટિક અને માઇકલ વિનસની જોડી સામે 6-2, 3-6 અને 10-8થી પરાજય થયો હતો.
મેચમાં મહત્ત્વપૂર્ણ વળાંક તે સમયે આવ્યો હતો જ્યારે 8-6ના સ્કોર પર ટાઇબ્રેક આવ્યો હતો અને જોકોવિચે ડબલ ફોલ્ટ કર્યો હતો. જે બાદ મેક્ટિક અને વિનસની જોડી તે બાદના ચાર પોઇન્ટ સરળતાથી જીતી ગઈ હતી અને તેમણે મેચમાં જીત મેળવી બહતી. મેક્ટિકે જીત બાદ કહ્યું હતું કે આ જીત અવિશ્વસનીય છે. હું આ જોઈને ખૂબ ખુશ થયો હતો જ્યારે મેં જોયું હતું કે હું એક જાન્યુઆરીએ તેમની સામે રમીશ. વર્ષનો પ્રારંભ આ રીતે કરવોએ શાનદાર અનુભૂતિ છે. અને અમે જાણતા હતા કે આ પ્રકારના ખેલાડીઓ સામે આ રીતના પોઇન્ટ્સ આવશે. મેક્ટિક અને વિનસની જોડીએ પોતાની પહેલા રાઉન્ડની મેચમાં પણ પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા. પેટ રાફ્ટર એરેના ખાતે તેમના ઊર્જા ભર્યા પ્રદર્શનની પ્રેક્ષકોએ ભરપૂર પ્રશંસા કરી હતી અને તેને તાળીઓના ગડગડાટથી વધાવ્યુ હતું. ઈજાને કારણે 18 મહિના બાદ મેદાન પર પરત ફરેલા કિર્ગિયોસનું સિંગલ્સની મેચમાં પરત ફરવું સફળ રહ્યું નહોતું અને તેનો પહેલી મેચમાં જ પરાજય થયો હતો.
Source link