SPORTS

Sports: જોકોવિચ 17મી વખત અંતિમ-16માં, ડ્રેપરે ચાર કલાકનો મેરાથોન સંઘર્ષ કર્યો

સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચ તથા ત્રીજા ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝે પોતપોતાના મુકાબલા જીતીને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સના અંતિમ-16માં પ્રવેશ કરી લીધો હતો.

કારકિર્દીમાં 17મી વખત મેલબોર્ન પાર્ક ખાતેના ગ્રાન્ડસ્લેમના અંતિમ-16માં પ્રવેશ કરનાર જોકોવિચે બે કલાક 22 મિનિટ સુધી રમાયેલી મેચમાં મચાઓને 6-1, 6-4, 6-4થી હરાવ્યો હતો. અલ્કારાઝે ટાઇબ્રેકરમાં પહોંચેલા ત્રીજા સેટને ગુમાવ્યો હોવા છતાં નુનો બોર્ગેસને 6-2, 6-4, 6-7 (3-7), 6-2થી હરાવ્યો હતો. જેક ડ્રેપરે લગભગ ચાર કલાક સુધી રમાયેલા મેરાથોન મુકાબલામાં એલેકસાન્દ્ર વુકિચને 6-4, 2-6, 5-7, 7-6 (7-5), 7-6 (10-8)ના સ્કોરથી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. એલેકઝાન્ડર ઝેવરેવેનો જેકોબ ફર્નલે સામે 6-3, 6-4, 6-4થી વિજય થયો હતો. એલેઝાન્ડ્રો ડેવિડોવિચ ફોકિનાએ ત્રણ કલાક 30 મિનિટ સુધી રમાયેલી મેચમાં જાકુબ મેનસિકને 3-6, 4-6, 7-6 (9-7), 6-4, 6-2થી હરાવીને ગ્રાન્ડસ્લેમમાં આગેકૂચ જારી રાખી હતી. અન્ય મેચમાં જિરી લેહકાએ બેન્જામિન બોન્ઝીને કોઇ પણ મુશ્કેલી વિના 6-2, 6-3, 6-3થી હરાવ્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button