ભારતીય હોકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહને ઈન્ટરનેશનલ હોકી મહાસંઘ (એફઆઈએચ)એ વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે નોમિનેટ કર્યા છે.
ભારતીય ટીમના પૂર્વ ગોલકીપર પીઆર શ્રીજેશને વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપરના પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. બંનેએ પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુકાની હરમનપ્રીતે ઓલિમ્પિકમાં સૌથી વધારે 10 ગોલ કર્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીત સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી છે. હરમનપ્રીત બાદ સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે થિઅરી બ્રિંકમેન (નેધરલેન્ડ), જોએપ ડી મોલ (નેધરલેન્ડ), હેંસ મુલર (જર્મની) અને જૈચ વાલેસ (ઈંગ્લેન્ડ)ના ખેલાડીને નોમિનેટ કર્યા છે. અનુભવી ગોલકપીર પીઆર શ્રીજેશે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ગોલકીપિંગ કર્યું હતું. ભારતે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Source link