એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુખજિતસિંહના શાનદાર બે ગોલની મદદથી ગત ચેમ્પિયન ભારતે સોમવારે મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં જાપાન પર 5-1થી જીત મેળવી છે. ભારતે મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું જેમાં સુખજિતે બીજી મિનિટમાં જ ગોલ કર્યો હતો.
તેમજ 60મી મિનિટમાં બીજો ગોલ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારત માટે અભિષેકે મેચની ત્રીજી, સંજયે 17મી અને ઉત્તમસિંહે 54મી મિનિટમાં ગોલ કરીને ભારતને મેચમાં જાળવી રાખ્યું હતું. જાપાને 41મી મિનિટમાં માત્સુમોતો કાજુમાસા મારફત એક ગોલ કર્યો હતો જોકે તે ભારતને હરાવવા માટે પૂરતો નહોતો. ચાર વારની એશિયન ચેમ્પિયન ટીમ ભારતે આ પહેલા પોતાની પહેલી મેચમાં ચીનને 3-0થી રગદોળી નાખ્યું હતું. હરમનપ્રીતસિંહના નેતૃત્વ હેઠળ ટીમ હવે બુધવારે ગત ઉપવિજેતા મલેશિયા સામે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે છ ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન લીગ બાદ ટોચની ચાર ટીમો 16 સપ્ટેમ્બરના રોજ રમાનારી સેમિફાઇનલ્સ માટે ક્વોલિફાય થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે.
આ મેચના હીરો રહેલા અભિષેકે જણાવ્યું હતું કે આનું પ્રદર્શન સંપૂર્ણપણે ટીમ પ્રયાસ હતો. અમે બેઝિક્સને વળગી રહ્યા હતા અને મેચમાં અમે સારો એટેક કર્યો હતો અને સુનિશ્ચિત કયુંર્ હતું કે અમે અમારા લક્ષ્યને વળગીને રહીએ. હું હીરો ઓફ ધ મેચ એવોર્ડ જીતવા બદલ ખુબ ખુશ છું.
Source link