દુનિયાના નંબર એક ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર રમતનું પ્રદર્શન કરતા યુએસ ઓપન 2024નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
ઇટાલીના આ ટેનિસ ખેલાડી સિનરે યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાના નંબર એક ટેનિસ ખેલાડી ટેલર ફ્રિટ્ઝને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઇટાલીના આ ખેલાડીએ પોતાનું પહેલું અમેરિકન ઓપન ટાઇટલ જીત્યુ હતું. આ તેની કેરિયરનું બીજુ પ્રમુખ ટાઇટલ છે. જેનિક સિનરે બે કલાક 16 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ટેલર ફ્રિટ્ઝને 6-3, 6-4, 7-5થી સીધા સેટમાં પરાજય આપીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. તેની સાથે જ આ સ્ટાર ટેનિસ ખેલાડી એક જ સત્રમાં હાર્ડકોર્ટ પર ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન જીતનારો ચોથો ટેનિસ ખેલાડી બની ગયો છે. તે પહેલા આ પરાક્રમ મેટ્સ વિલેન્ડર, રોજર ફેડરર અને નોવાક જોકોવિચ જેવા સ્ટાર ટેનિસ ખેલાડીઓ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
આ ટાઇટલ જીતવાની સાથે જ સિનરને 3.6 મિલિયન ડૉલરની ઇનામી રકમ મળી છે જે લગભગ 30,23,18,023.32 કરોડ રૂપિયા થાય છે. આટલી રકમ પ્રાપ્ત થવા પર કોઈપણ માલામાલ થઈ શકે છે. સિનર આટલી જંગી રકમ જીતીને માલામાલ થઈ ગયો છે. આ પહેલા યુએસ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી આર્યના સબાલેન્કોએ પણ 3.6 મિલિયન ડૉલરની ઇનામી રકમ જીતી હતી.
સિનરે જીત બાદ શું કહ્યું?
સિનરે ખિતાબી જીત બાદ કહ્યું હતું કે આ ખિતાબ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. કારણ કે મારી કેરિયરનો આ તબક્કો ખરેખર સરળ નહોતો. મને ટેનિસ ખૂબ પસંદ છે. હું આ તબક્કાઓ માટે ખૂબ પ્રેક્ટિસ કરું છું. હું સમજ્યો છું કે ખાસ કરીને આ ટૂર્નામેન્ટમાં આ રમતમાં માનસિક ભાગ કેટલો મહત્ત્વપૂર્ણ છે. હું મારી ટીમ સાથે આ પળને શેર કરીને ખૂબ ખુશ છું અને ગૌરવ અનુભવી રહ્યો છું.
મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો
એટીપીના આંકડાઓ અનુસાર જેનિક સિનરે વર્ષ 2024માં ધમાલ મચાવી છે. તેણે શાનદાર રમતનું પ્રદર્શન કરતા એક જ સત્રમાં પોતાના નામે કુલ છ ખિતાબ કર્યા છે. હવે તે એટીપી વર્ષના અંતમાં નંબર એકનો ખિતાબ જીતવાની લડાઈમાં પોતાના હરીફ એલેક્ઝાન્ડર જ્વેરેવથી 4,105 પોઇન્ટ સાથે આગળ નીકલી ગયો છે.અને તેની સાથે જ 47 વર્ષમાં એક જ સત્રમાં પોતાના પહેલા બે ગ્રાન્ડ સ્લેમ જીતનાર પહેલો ઇટાલિયન ખેલાડી પણ બની ગયો છે. આ લિસ્ટમાં જિમી કોનર્સ (1974) અને ગિલર્મો વિલાસ (1977) પણ સામેલ છે. હવે સિનરે પોતાની કમાલ દેખાડી છે.
Source link