SPORTS

Sports: ન્યૂઝીલેન્ડે 18 બોલમાં પાંચ વિકેટ ઝડપી શ્રીલંકાને આઠ રનથી હરાવ્યું

પ્લેયર ઓફ ધ મેચ બનેલા જેકોબ ડફીએ 21 રનમાં ઝડપેલી ત્રણ વિકેટ ઉપરાંત અંતિમ 18 બોલમાં પાંચ વિકેટ ખેરવીને ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20 મુકાબલામાં શ્રીલંકાને આઠ રનથી હરાવીને ત્રણ મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. મિડલ ઓર્ડરમાં ડેરિલ મિચેલ તથા મિચેલ બ્રેસવેલની અડધી સદી વડે ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા.

શ્રીલંકાને અંતિમ ઓવરમાં મેચ જીતવા 14 રનની જરૂર હતી પરંતુ તે પાંચ રન જ બનાવી શકી હતી. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમ આઠ વિકેટે 164 રન બનાવી શકી હતી. રનચેઝ કરનાર શ્રીલંકાની ઇનિંગમાં પાથુમ નિશાન્કા (90) તથા કુશલ મેન્ડિસે (46) પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડી તૂટયા બાદ શ્રીલંકાનો એક પણ બેટ્સમેન બેવડાં આંકનો સ્કોર નોંધાવી શક્યો નહોતો. ભાનુકાએ આઠ રનના સ્વરૂપે ત્રીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે એક સમયે 65 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.મિચેલ અને બ્રેસવેલે છઠ્ઠી વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્કોર તરફ દોરી હતી. મિચેલે 42 બોલમાં 62 તથા બ્રેસવેલે 33 બોલમાં 59 રન બનાવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button