મુખ્ય કોચ ચંડિકા હથુરાસિંઘાનું માનવું છે કે ક્રિકેટની મહાશક્તિ ભારત સામે રમવાથી તેમની ટીમની ઇન્ટરનેશનલ લેવલ ઉપર તેની સ્થિતિની યોગ્ય સમીક્ષા થશે.
હથુરાસિંઘાએ જણાવ્યું હતું કે અમારી ટીમ ગુરુવારથી રમાનારી બે ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માની ટીમ તરફથી મળનારા પડકારનો સામનો કરવા માટે ઉત્સાહિત છે. વિશ્વની બેસ્ટ ટીમ સામે રમવાથી પ્રોત્સાહન મળે છે. પાકિસ્તાન સામે શ્રેણી વિજય મેળવ્યા બાદ અમારા ખેલાડીઓ આત્મવિશ્વાસથી સરભર છે. ભારતમાં આવીને તેની સામે રમવું તે વર્તમાન સમયમાં સૌથી મોટા પડકાર સમાન રહે છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ સામે રમવાથી તમે કયા લેવલ ઉપર છો તેનો ખ્યાલ આવે છે. એક ખેલાડી તરીકે તમે આ પ્રકારના પડકારને સતત શોધતા રહો છો.
હથુરાસિંઘાએ જણાવ્યું હતું કે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે પરંતુ કેટલીક નબળાઈઓ છે જેને અમે સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પાકિસ્તાન સામે કરેલી કેટલીક ભૂલોનું ભારત સામે પુનરાવર્તન ના થાય તે અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ. ભારત સામે રમતી વખતે અલગ પ્રકારનું દબાણ રહેતું હોય છે. અમે ટીમના સકારાત્મક પાસાને વધારે મજબૂત કરવા માગીએ છીએ. બાંગ્લાદેશની ટીમમાં આઠ નિષ્ણાત બેટ્સમેન, છ બોલર્સ અને બે ઓલરાઉન્ડર્સ છે અને આ ટીમ સંપૂર્ણ બેલેન્સ ટીમ છે.
Source link