SPORTS

Sports :કોહલી કે ધોની સાથે મારી સરખામણી ક્યારેય નથી કરી: નીરજ ચોપરા

  • નીરજ ચોપરા પહેલાંથી ભાલાફેંકનો ખેલાડી બનવા માગતો હતો
  • ભારતમાં ક્રિકેટની સામે અન્ય રમતોની ઉપલબ્ધિઓ સામાન્ય બની જાય છે: નીરજ
  • નીરજે એ વાતે ખુશી વ્યક્ત કરી કે ઓલિમ્પિક બાદ લોકોએ તેને ઓળખવાનું શરૂ કર્યું

ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરાનું માનવું છે કે તેણે ક્યારેય પોતાની લોકપ્રિયતાની તુલના ક્રિકેટરો સાથે નથી કરી, કેમ કે તે જાણે છે કે ભારતમાં ક્રિકેટનું અલગ સ્તર છે. ભારતમાં ક્રિકેટની સામે અન્ય રમતોની ઉપલબ્ધિઓ સામાન્ય બની જાય છે એ વાતે ઘણી ચર્ચા થાય છે.

આ મુદ્દે નીરજ જુદો મત ધરાવે છે. 26 જુલાઈથી શરૂ થતી પેરિસ ઓલિમ્પિક પૂર્વે નીરજે કહ્યું કે એક એથ્લિટે રમત અપનાવતાં પહેલાં લોકપ્રિયતા, પૈસા કે અન્ય ચીજો વિશે ન વિચારવું જોઈએ. મને પહેલાંથી ખબર હતી કે ક્રિકેટનું સ્તર અલગ છે અને જે લોકપ્રિયતા ક્રિકેટરને મળે છે તે અન્ય રમતના કોઈ ખેલાડીને નથી મળતી પરંતુ એનો અર્થ એ નહીં કે મારી પાસે ક્રિકેટ સિવાય અન્ય કશો વિકલ્પ નથી. હું પહેલેથી જ ભાલાફેંકનો ખેલાડી બનાવા માગતો હતો, કેમ કે મને તે ગમતું હતું. મને ખબર નહોતી કે હું ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીશ.

નીરજે એ વાતે ખુશી વ્યક્ત કરી કે ઓલિમ્પિક બાદ લોકોએ તેને ઓળખવાનું શરૂ કર્યું. નીરજે કહ્યું કે તેણે ક્યારેય વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની જેવા સ્ટાર ક્રિકેટરોની સાથે તુલના નથી કરી કેમ કે હું એ વાસ્તવિકતા જાણું છું કે ભારતમાં હું શું છું. ઓલિમ્પિક બાદ લોકોએ મને ઓળખવાનો શરૂ કર્યો પણ મને ખબર છે કે મારી અને ક્રિકેટરોની લોકપ્રિયતામાં શું અંતર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button