SSKTK Box Office Collection : વરુણ-જાહ્નવીની ફિલ્મે ‘કાંતારા’ને છોડી પાછળ, પહેલા દિવસે જ કરી જોરદાર કમાણી!

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’એ સાઉથની ફિલ્મ કાંતારાને પણ પાછળ છોડીને શરૂઆતના દિવસે જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મ દશેરાના અવસર પર રિલીઝ થઈ હતી અને તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને ફાયદો થયો કે નહીં તે શરૂઆતના દિવસના બોક્સ ઓફિસ કલેક્શન પરથી સ્પષ્ટ થાય છે.
દશેરાના દિવસે રિલીઝ થઈ ફિલ્મ
શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત સની સંસ્કારી કી તુલસી કુમારી, દશેરાના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2025ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. ફિલ્મની ટક્કર હાલ “કાંતારા: અ લિજેન્ડ ચેપ્ટર 1” સાથે થઈ રહી છે. દશેરા પર “કાંતારા” બોક્સ ઓફિસનો રાજા બન્યો હોવા છતાં, સની સંસ્કારી કી તુલસી કુમારી પણ પાછળ પડી નથી.
પહેલા જ દિવસે કરી ધૂમ કમાણી
સની સંસ્કારી કી તુલસી કુમારી ફિલ્મે તેના શરૂઆતના દિવસે સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. વરુણ ધવન અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મે તેના શરૂઆતના દિવસે આશરે 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, આ પ્રારંભિક આંકડાઓ છે. વાસ્તવિક આંકડાઓ તેનાથી વધુ કે ઓછા હોઈ શકે છે.
કાંતારા સાથે જબરદસ્ત ટક્કર
જોકે “કાંતારા ચેપ્ટર 1” એ “સની સંસ્કારી” કરતા પાંચ ગણી વધુ કમાણી કરી હતી, પરંતુ સની સંસ્કારી ફિલ્મની કમાણી પણ સારી રહી હતી. રોમેન્ટિક ફિલ્મો સામાન્ય રીતે 10-15 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરતી હોય છે. “કાંતારા” એ તેના પહેલા દિવસે બધી ભાષાઓમાં 60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સની સંસ્કારીના શરૂઆતના દિવસને ધ્યાનમાં રાખીને, સપ્તાહના અંતે તેની કમાણીમાં વધારો થવાની આશા છે.
ફિલ્મની સ્ટોરી શું છે?
સની સંસ્કારી કી તુલસી કુમારી ફિલ્મમાં સની અને તુલસીની વાર્તા છે. જે પોતપોતાના જીવનસાથી શોધવા માટે મળે છે અને અંતે પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં વરુણ અને જાહ્નવી, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ છે. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મ એક સોફ્ટ રોમેન્ટિક કોમેડી છે.