દિવાળીના તહેવારોને લઇને એસટી નિગમ દ્વારા તા. 26થી 30 ઓક્ટોબર દરમિયાન કુલ 8,340 એકસ્ટ્રા બસો દોડાવાશે. હાલમાં દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થયો છે. સુરતથી 2,200, દક્ષિણ-મધ્ય ગુજરાતથી 2,900, સૌરાષ્ટ્ર-કચ્છથી 2,150 અને ઉત્તર ગુજરાતથી 1,090 બસો દોડાવાશે.
એકસ્ટ્રા બસોમાં ગાંધીનગરથી રાજકોટનું 239, જુનાગઢનું 306, સોમનાથનું 377, પોરબંદરનું 360, ઉનાનું વાયા અમરેલી 316 અને વાયા ભાવનગરનું 336, સાવરકુંડલાનું 276 અને ભાવનગરનું 224 રૂપિયા, કૃષ્ણનગરથી રાજકોટનું 226, જુનાગઢનું 293, સોમનાથનું 363, અમરેલીનું 244, ઉનાનું વાયા અમરેલીથી 304 અને વાયા ભાવનગરથી 323, સાવરકુંડલાનું 261, ભાવનગરનું 205 અને ધારીનું 268, બાપુનગરથી રાજકોટનું 226, જુનાગઢનું 288, સોમનાથનું 363, અમરેલીનું 243, ઉનાનું વાયા અમરેલી 304 અને વાયા ભાવનગર 318, સાવરકુંડલાનું 261, ભાવનગરનું 205 અને ધારીનું 261 તેમજ ગીતામંદિરથી રાજકોટનું 214, જુનાગઢનું 283, સોમનાથનું 352, પોરબંદરનું 339, અમરેલીનું 239, ઉના વાયા અમરેલીનું 298, વાયા ભાવનગરનું 316, સાવરકુંડ.લાનું 254, ભાવનગરનું 199, ધારીનું 261, ભુજનું 307, મોરબીનું 206, દાહોદનું 215, ઝાલોદનું 201 અને સુરતનું 285 રૂપિયા ભાડું નક્કી કરાયું છે.
Source link