GUJARAT

મહેસાણામાં રહીશો દશેરાએ લાખોના ફાફડા અને જલેબીની જ્યાફત માણશે

દશેરાના તહેવારની ઉજવણી કરવા માટે શહેરી અને ગ્રામીણ નાગરિકોએ ફાફડા અને જલેબીની જયાફત માણશે. દૂધસાગર ડેરીની કર્મચારી મંડળી સંચાલિત સહયોગ દ્વારા તેમના સ્ટોર સામે જ સવારથી જલેબીનું ઉત્પાદન શરૂ કરશે. શુધ્ધ ઘીની જલેબીની પણ માંગ વધી રહે છે. દશેરાના પર્વે મહેસાણા શહેરના ફરસાણ માર્ટમાં કૃત્રિમ તેજીનો માહોલ છવાશે.
સવારથી જ ફરસાણ અને મિઠાઈની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળશે અને ઉત્સાહભેર ફાફડા-જલેબીની ખરીદી કરાશે.
મહેસાણા શહેરના ફરસાણ બજારમાં એક કિલો ફાફડાનો ભાવ રૂ.500 રહેશે. જયારે સાદી જલેબીનો ભાવ પ્રતિ કિલોએ રૂ.240 અને શુધ્ધ ઘીની જલેબીનો ભાવ પ્રતિ કિલોએ રૂ.600 હોવા છતાં તેની માંગ વધુ રહેશે. દશેરા નિમિત્તે ફાફડા અને જલેબી ઉપરાંત ખમણની માંગ પણ વધશે. મહેસાણા જિલ્લામાં વિજયા દશમીના દિવસે શહેરીજનો અને ગ્રામીણ રહીશો ફાફડા અને જલેબી ઉપરાંત ખમણની ખરીદી માટે ધસારો રહેશે અને મિજબાની માણશે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button