ભારતીય શેરબજાર આજે એટલે કે, 10 ઑક્ટોબરે ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 170 પોઈન્ટથી વધીને ખુલ્યું હતું. સેન્સેક્સ 144 પોઈન્ટની તેજીની સાથે 81,611ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 16 અંકોની તેજી જોવા મળી હતી. આ 24,998ના લેવલ પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી 16માં તેજી અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેર્સમાંથી 27માં ઘટાડો અને 23માં તેજી રહી હતી. એનએસઈના ફાર્મા સેકટરમાં સૌથી વધુ 2.01 ટકાનો ઘટાડો રહ્યો હતો.
કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ઝંઝાવાતી વધારો
આજે કોટક મહિન્દ્રા બેંકનો શેર સેન્સેક્સ માટે સૌથી વધુ 4.16 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય JSW સ્ટીલ 1.82 ટકા, HDFC બેન્ક 1.75 ટકા, IndusInd બેન્ક 1.43 ટકા, પાવર ગ્રીડ 1.39 ટકા, મારુતિ સુઝુકી 1.34 ટકા, એક્સિસ બેન્ક 1.20 ટકા, NTPC 1.09 ટકાના વધારા સાથે બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી અને એચસીએલ ટેકના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.
બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ અગાઉ ગઈકાલે એટલે કે 9મી ઑક્ટોબરે સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,467 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 31 પોઈન્ટ ઘટીને 24,981ના સ્તરે બંધ રહ્યો હતો. આ દરમ્યાન બીએસઈ સ્મોલ કેપ 670 પોઈન્ટ વધીને 56,110ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17 ઊંચકાયા હતા અને 13 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 31માં ઘટાડો અને 19માં ઉછાળો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
Source link