ભારતીય શેરબજાર આજે એટલે કે, 30 સપ્ટેમ્બરે સોમવારે માર્કેટ 12,00 પોઈન્ટ કરતાં વધુ ઘટાડા સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 350 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. મહિનાના છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા છે. બેંકિંગ તેમજ ઓટો સેક્ટરના શેરો અને શેરબજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ધોવાણથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 1,272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 368 પોઈન્ટના ઘટાડા સાથે 25,811 પોઈન્ટ પર બંધ થયો હતો.
બજાર અચાનક કેમ ગબડ્યું?
ભારતીય શેરબજારમાં આ મોટા ઘટાડાનાં સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યાં હતાં. વાસ્તવમાં, જાપાનના કારણે વૈશ્વિક ઈન્ડેક્સ નબળા દેખાઈ રહ્યા હતા અને જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી હતી. જાપાનમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1850 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તેનો ઈન્ડેક્સ નિક્કી 37,980.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને તે 1849.22 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જાપાનનું બજાર 4.64 ટકા, ચીનનું મુખ્ય બજાર ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ 4.89 ટકા વધીને 151.03 પોઈન્ટ ડાઉન હતું. કોરિયાનો કોસ્પી નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.
માર્કેટ તૂટવાના મુખ્ય કારણો
- ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયે વૈશ્વિક બજારમાં નેગેટિવ અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી.
- અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.
આ શેરોમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો
આ સિવાય ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, ઈન્ફોસીસ, સન ફાર્મા, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંકના શેરમાં 1 ટકાથી 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, આઇટીસી, ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક, અદાણી પોર્ટ્સ, પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 1 ટકાથી પણ ઓછો ઘટાડો જોવા મળ્યો છે.
શુક્રવારે નિફ્ટી તેમજ સેન્સેકસ તૂટીને બંધ થયા હતા
આ અગાઉ શુક્રવાર એટલે કે 27મી સપ્ટેમ્બરે શેરબજારે સતત આઠમા દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જ્યારે સેન્સેક્સ 85,978 અને નિફ્ટી 26,277ના રેકોર્ડ લેવલને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 264 પોઇન્ટના ઘટાડા સાથે 85,571 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 37 પોઈન્ટ ઘટીને 26,178ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 29 વધ્યા અને 20 ઘટ્યા. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો. એનએસઈના મીડિયા સેક્ટરમાં મહત્તમ ઘટાડો 1.55% હતો. જ્યારે, તેલ અને ગૅસમાં સૌથી વધુ 2.37%નો વધારો થયો હતો.
Source link