- સેન્સેક્સમાં 0.015 ટકાનો વધારો નોંધાયો
- નિફ્ટીમાં 0.16 ટકાનો વધારો
- સવારે માર્કેટમાં તેજી જોવા મળી હતી
ભારતીય શેરબજાર આજે એટલે કે, 19 ઓગસ્ટ સોમવારે કારોબારના પ્રથમ દિવસે ફલેટ બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. સેન્સેક્સ 12 પોઈન્ટના ઘટાડા સાથે 80,424 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 24,572ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 ઘટ્યા.
ઓલા ઈલેક્ટ્રિકના શેરમાં આજે 10%નો વધારો થયો છે. તેનો શેર આજે 146.03 રૂપિયા પર પહોંચ્યો હતો. ઓલાના શેર 9 ઓગસ્ટના રોજ 76 રૂપિયામાં માર્કેટમાં લિસ્ટ થયા હતા. ત્યારથી આ સ્ટોક લગભગ 80% વધ્યો છે.
ઓટો, બેંક, નાણાકીય ક્ષેત્રે નબળાઈ
શેરબજાર બંધ થવાના સમયે ઓટો, બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર ઘટાડાના લાલ નિશાન સાથે બંધ થયા હતા. આજે અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો અને સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે PSE, IT અને ફાર્મા સૂચકાંકોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું.
શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી
આ અગાઉ શુક્રવારે એટલે કે, 16મી ઓગસ્ટે ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,330 પોઈન્ટની તેજી સાથે 80,436ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ આશરે 400 અંકની તેજી રહી અને આ 24,541ના સ્તરે બંધ થયો હતો.
Source link