ભારતીય શેરબજાર આજે એટલે કે, 13 સપ્ટેમ્બરે શુક્વારે રેડ ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે માર્કેટ 1,439 પોઈન્ટ વધીને બંધ થયું હતું. સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 82,830ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 25,350ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધી રહ્યા છે અને 20 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 17 વધી રહ્યા છે અને 33 ઘટી રહ્યા છે. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG અને IT શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે.
સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો
આ અગાઉ ગુરુવારે સ્થાનિક બજારમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી અને બજાર નવી ટોચને સ્પર્શવામાં સફળ રહ્યું હતું. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ 1,439.55 પોઈન્ટ (1.77 ટકા)ના જંગી ઉછાળા સાથે 82,962.71 પોઈન્ટ પર બંધ થયો હતો. તે પહેલા સેન્સેક્સ ઈન્ટ્રાડેમાં 83,116.19 પોઈન્ટના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો.
આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો
નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો, શરૂઆતના વેપારમાં સૌથી મોટો ઘટાડો એશિયન પેઇન્ટમાં 1.72 ટકા, ડિવિસ લેબમાં 1.30 ટકા, આઇટીસીમાં 0.78 ટકા, બજાજ ફાઇનાન્સમાં 0.76 ટકા અને હિન્દુસ્તાન યુનિલિવરમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. . તે જ સમયે, JSW સ્ટીલમાં 1.24 ટકા, ટાટા સ્ટીલમાં 1.21 ટકા, ટાટા મોટર્સમાં 1.17 ટકા, હિન્દાલ્કોમાં 1.03 ટકા અને નેસ્લે ઇન્ડિયામાં 0.84 ટકાનો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.
ગઈકાલે બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે સેન્સેક્સે 83,116ની નવી ઓલ-ટાઇમ હાઈ અને નિફ્ટીએ 25,433ની સપાટી બનાવી હતી. જો કે, પાછળથી આ બંને ઇન્ડેક્સ સહેજ નીચે આવ્યા અને સેન્સેક્સ 1,439 પોઈન્ટ વધીને 82,962 પર અને નિફ્ટી 470 (1.89%) પોઈન્ટ વધીને 25,388 પર બંધ થયો.
Source link