ભારતીય શેરબજાર આજે એટલે કે, 14 ઑકટોબરે સોમવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. શુક્રવારે માર્કેટ 230 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. સેન્સેક્સ 195.57 પોઈન્ટના વધારા સાથે 81,576.93 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 59.20 પોઈન્ટના વધારા સાથે 25,023.45 પોઈન્ટ પર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગતા સપ્તાહે શુક્રવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 230.05 પોઈન્ટ ઘટીને 81,381.36 પોઈન્ટ અને નિફ્ટી 34.20 પોઈન્ટ ઘટીને 24,964.25 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેન્સેક્સની 30માંથી 20 કંપનીઓએ ગ્રીન કલરમાં ટ્રેડિંગ શરૂ કર્યું
આજે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 20 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 10 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. એ જ રીતે નિફ્ટી 50 માંથી 39 કંપનીઓના શેર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 10 કંપનીના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 1 કંપનીના શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ 11 ઓક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 230 પોઈન્ટના ઘટાડા સાથે 81,381 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,964ના સ્તરે બંધ થયો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
Source link