- સેન્સેક્સમાં 0.19 ટકાનો વધારો નોંધાયો
- નિફ્ટીમાં 0.020 ટકાનો વધારો થયો
- સવારે પણ માર્કેટમાં તેજી જોવા મળી હતી
ભારતીય શેરબજાર આજે એટલે કે, 14 ઓગસ્ટ બુધવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 109 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. સેન્સેક્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે 79,065 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં માત્ર 4 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 24,143ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 24 ઉપર અને 26 ડાઉન હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરના ભાવ વધ્યા અને 14 શેરો ઘટ્યા હતા.
માર્કેટ કેપમાં ઘટાડો થયો
આજના કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો થયો હોવા છતાં અન્ય સેક્ટર અને મિડ-કેપ સ્મોલ-કેપમાં ઘટાડાથી માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 72,000 કરોડ ઘટીને રૂ. 444.58 લાખ કરોડ પર બંધ થયું હતું.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
શેરબજારમાં ગઈકાલે એટલે કે 13મી ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 692 પોઈન્ટના ઘટાડા સાથે 78,956 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 208 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 24,139ના સ્તરે બંધ રહ્યો હતો.
બેંક, ઓઈલ એન્ડ ગૅસ અને મેટલ શેરોમાં વધુ ઘટાડો નોંધાયો હતો. જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.30% વધ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 12 ઊંચકાયા હતા અને 38 ડાઉન હતા. સેન્સેક્સના 30માંથી 24 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
Source link