ભારતીય શેરબજાર આજે એટલે કે, 19 સપ્ટેમ્બરે ગુરુવારે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે બુધવારે માર્કેટ 131 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. અમેરિકાએ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, ભારતીય શેરબજારે આજે એટલે કે 19 સપ્ટેમ્બરે સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,684ના લેવલને સ્પર્શ્યો અને નિફ્ટીએ 25,587ના સ્તરને સ્પર્શ કર્યો છે.
અત્યારે સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના વધારા સાથે 83,600 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 200 અંક વધીને 25,600 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે એનર્જી, આઈટી અને ઓટો શેર્સમાં વધુ વેગ છે.
સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 411 પોઈન્ટના વધારા સાથે 83,359.17 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં તે 0.74 ટકા અથવા 605 પોઇન્ટના વધારા સાથે 83,546 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.69 ટકા અથવા 173 પોઇન્ટના વધારા સાથે 25,551 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેર લીલા નિશાન પર અને 2 શેર લાલ નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
ગઈકાલે બજાર ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી
આ કારણે ગઈકાલે એટલે કે 18 સપ્ટેમ્બરે નિફ્ટીએ 83,326 અને 25,482ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જોકે, બાદમાં બજાર ઘટ્યું અને સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટીને 82,948ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી પણ 41 પોઈન્ટ ઘટીને 25,377 ના સ્તર પર બંધ થયો હતો.
Source link