- એક જ ઝાટકે બ્લોકબસ્ટર્સ ફિલ્મનો આપ્યો ધોબી પછાડ
- સ્ત્રી 2 ફિલ્મ ચોથા દિવસે સુપર ડુપર હિટ
- કમાણી મામલે મોટા સુપરસ્ટાર્સની મૂવીને પણ છોડી પાછળ
વો સ્ત્રી હૈ કુછ ભી કર સકતી હૈ. આ ડાયલોગ આપણે બહુ સાંભળ્યો. આ ડાયલોગના મિમ્સ પણ એટલા જ જોવા મળે છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હાલ આ ડાયલોગ લાગુ પડી રહ્યો છે. જી, હા સ્ત્રી ફિલ્મનો આ ડાયલોગ છે. અને સ્ત્રી 2 ફિલ્મે જ આ ડાયલોગને સાચો કરી બતાવ્યો છે. કારણ કે સ્ત્રી 2 મૂવીને લઇને જે માહોલ છે, ખરેખર મોટા મોટા ફિલ્મ સ્ટાર્સની ફિલ્મ પણ તેની આગળ ફિક્કી પડી ગઇ છે.
50 કરોડમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે જ બજેટ કરતા વધારે કમાણી કરી લીધી છે. જે બાદ શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર સહિત અનેક સુપર સ્ટાર્સના ફિલ્મના રેકોર્ડ બ્રેક કરી દીધા છે. માંડ 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે બહુ જલદી 200 કરોડનો આંકડામાં સામેલ થઇ જાય તો નવાઇ નહી.
SACNILCનો રિપોર્ટ આવી ગયો છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ અડધી સદી ફટકારી હતી અને 51.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પેઇડ પ્રિવ્યુથી રૂ.8.5 કરોડનો બિઝનેસ થયો હતો. જ્યારે બીજા દિવસે કમાણી ઘણી ઓછી હતી. આ ફિલ્મે 31.4 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ ત્રીજા દિવસે ફરી એકવાર કારોબારમાં વધારો જોવા મળ્યો હતો. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મે 43.85 કરોડની કમાણી સાથે નવા રેકોર્ડ બનાવ્યા. હવે ચોથા દિવસે ‘સ્ત્રી 2’ એ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સ્થિતિમાં ફિલ્મનું કુલ કલેક્શન 190.55 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જો કે ચોથા દિવસની કમાણી સાથે આ ફિલ્મે સાઉથની 3 બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
સાઉથની આ 3 ફિલ્મનો ધોબી પછાડ
મહત્વનું છે કે વર્ષ 2024ની શરૂઆત બોલિવૂડ માટે કંઇ એટલી ખાસ ન હતી. ઘણી મોટી મોટી ફિલ્મો આવી પણ કંઇ ખાસ કરી ન શકી. સેકન્ડ હાફમાં સ્ત્રી આવી. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે પહેલા જ દિવસથી ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જેમાં શાહરૂખ ખાનની ‘પઠાણ’, સલમાન ખાનની ફિલ્મો અને રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’નો પણ સમાવેશ થાય છે. આ તો વાત થઇ બોલિવૂડની. પણ સાઉથની ફિલ્મોની પણ આવી જ હાલત છે. ફિલ્મ સ્ત્રી સામે ઘણી સાઉથ સુપર સ્ટાર્સની ફિલ્મનો ટકી શકી નથી. ત્યારે આવો જાણીએ ચોથા દિવસે આ ફિલ્મે કયા રેકોર્ડ તોડ્યા.
બાહુબલી 2 ધ કન્ક્લુઝન
પ્રભાસની બાહુબલીનો બીજો ભાગ વર્ષ 2017માં આવ્યો હતો. 250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા જ દિવસથી ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. પરંતુ હિન્દીમાં ફિલ્મે ત્રીજા દિવસે માત્ર 40.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પ્રભાસની આ તસવીરનું હિન્દી નેટ કલેક્શન 510.99 હતું. જ્યારે આ ફિલ્મે વિશ્વભરમાં 1788.06 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સ્ત્રી 2 એ આ ફિલ્મને પાછળ છોડી દીધી છે. ચોથા દિવસે ‘સ્ત્રી 2’ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પ્રભાસની બાહુબલી પાંચમા સ્થાને છે.
KGF ચેપ્ટર 2
યશની ફિલ્મ વર્ષ 2022માં 100 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી. આ ફિલ્મે હિન્દીમાં ચોથા દિવસે તેણે 50.35 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું હિન્દી નેટ કલેક્શન 435.33 કરોડ રૂપિયા હતું. વિશ્વભરમાં થી આ ફિલ્મે કુલ 1215 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે, ‘સ્ત્રી 2’ રિલીઝ થયા બાદ આ ફિલ્મ ચોથા સ્થાને સરકી ગઈ છે. અગાઉ આ ફિલ્મ ત્રીજા નંબર પર હતી.
RRR
રામ ચરણ અને જુનિયર એનટીઆરની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ આ યાદીમાં ઘણી પાછળ છે. ફિલ્મે ચોથા દિવસે હિન્દીમાં માત્ર 17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શ્રદ્ધા કપૂરની ફિલ્મે પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ને પણ માત આપી દીધી છે. આ ફિલ્મ પણ તેમાં સામેલ છે. આ તસવીર વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 550 કરોડના જંગી બજેટમાં બની હતી. ફિલ્મનું હિન્દી નેટ કલેક્શન 272.78 હતું. કુલ મળીને ફિલ્મે 1230 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Source link