અયોધ્યામાં રામમંદિરમાં પૂજારીઓ માટેના નિયમો કડક કરાયા છે. સાત સાતના ગ્રૂપમાં પૂજારીઓને બે પાળીમાં સેવા માટે મૂકવામાં આવ્યા છે. જે પૂજારીઓ ગર્ભગૃહમાં રહેશે તે બહાર નહીં આવી શકે અને જે બહાર સેવામાં છે તેઓ ગર્ભગૃહમાં પ્રવેશી નહીં શકે. બહારના વ્યક્તિઓને સ્પર્શ કર્યાથી સ્નાન કર્યા વગર પૂજારીઓનો ગર્ભગૃહમાં પ્રવેશ વર્જિત રહેશે.
આ ઉપરાંત, ગર્ભગૃહમાં સેવામાં રહેલા પૂજારીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. પૂજારીઓના કાર્ય સમયપત્રકમાં દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં ફેરફાર કરાશે. સેવાપૂજાનું આ ટાઇમટેબલ કૃષ્ણ પક્ષની એકમથી અમાસ સુધી અને શુક્લ પક્ષની એકમથી પૂનમ સુધી ચાલશે. પ્રથમ પાળીની સેવાનો સમય સવારે ચાર વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ભગવાનના ઉત્થાનથી લઈને રાજભોગ આરતી સુધીનો રહેશે. બીજી પાળી બપોરના 12થી રાત્રિના 10.30 સુધીની રહેશે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ બાદ દેશભરના મંદિરોમાં હવે કડક વ્યવસ્થા લાગુ પાડવામાં આવી છે. મંદિરના કર્મચારીઓમાં શિસ્ત આવે તે માટે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જેથી શ્રાદ્ધાળુઓને પણ તેનો લાભ મળશે.
Source link