સુરતમાં જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી 4 કરોડ 89 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરતના ડોક્ટર પરાગ પરીખ સાથે એક ભેજાબાજ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
તબીબ સાથે કરોડોની લૂંટ કરનારની ધરપકડ કરવામાં આવી
વિપુલ ઉર્ફે બંટી નાથુભાઇ ટેણીએ જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. ત્યારે સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની તપાસ કરીને ડોક્ટર પરાગ પરીખ સાથે લૂંટ કરનારા વિપુલ ઉર્ફે બંટીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, સુરતમાં તબીબ સાથે છેતરપિંડી થયા હોવાનો મામલો સામે આવ્યો હતો.
નકલી ડોક્યુમેન્ટ બનાવીને 4.99 કરોડની છેતરપિંડી કરી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં તબીબ સાથે નકલી ડોક્યુમેન્ટ બનાવીને 4.99 કરોડની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ડો.પરાગ પરીખ સાથે છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે. જિમ માલિક વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની છેતરપિંડી મામલે ધરપકડ કરવામાં આવી છે.
સોદો કર્યા બાદ જમીન અન્ય કોઈ વ્યક્તિની હોવાનું સામે આવ્યું
મહત્વનું કહી શકાય કે, વિપુલ ઉર્ફે બંટી દ્વારા તબીબ સાથે સિટીપ્લસ સિનેમા પાસેની જગ્યાના નકલી ડોક્યુમેન્ટ બનાવીને જમીન વેચવા માટે સોદો કરવામાં આવ્યો હતો. જેમાં 4.99 કરોડ રૂપિયા આપ્યા બાદ આ જગ્યા અન્ય કોઈ વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Source link