ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે અંબુજા સિમેન્ટના પ્લાન્ટનું કેમિકલયુકત અને પ્રદૂષિત પાણી છોડાવાના કારણે હવા, પાણી અને જમીનના ફેલાતા પ્રદૂષણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે.
અરજીમાં અંબુજા સિમેન્ટ સહિતના સંબંધિત સત્તાવાળાઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અપાવવા દાદ માંગવામાં આવી છે. વડનગર ગામના ખેડૂતો અને ગ્રામજનો તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અંબુજા સિમેન્ટ કંપનીના એક જ કેમ્સમાં ત્રણ સિમેન્ટ પ્લાન્ટ, ડીજી પાવર પ્લાન્ટ અને કોલસાનો પાવર પ્લાન્ટ મળી કુલ પાંચ પ્લાન્ટ આવેલા છે. પ્લાન્ટની કામગીરીને લઇ મોટાપાયે કેમીકલ, બળતણ, ઓઇલ સહિતની ચીજવસ્તુઓનો જોખમી સંગ્રહ કરી રખાયો છે. અંબુજા સિમેન્ટ લિ. દ્વારા કોઇપણ પ્રકારના ટ્રીટમેન્ટ કે યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જ તેના પ્લાન્ટનું કેમિકલ પાણી અને પ્રદૂષિત પાણી-એફુલઅન્ટનો આડેધડ નિકાલ કરાય છે., જેના કારણે સ્થાનિક ગ્રામજનોના કૂવા, તળાવ સહિતના જળસ્ત્ર્રોતમાં પણ તેની ગંભીર પ્રદૂષિત અસરો થઇ છે. તો ખેડૂતોની ખેતીની જમીન બગડી ગઇ છે અને તેમના ઉભા પાકોને બહુ ગંભીર નુકસાન થઇ રહ્યું છે.
Source link