મારું ગુજરાત
Surat Accident : 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું કરુણ મોત, સુરતમાં મનપાની કચરા ગાડીએ વિધિ કદમને કચડી નાખી!

પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષીય વિધિ કદમ સ્ટેટ લેવલ રનર તરીકે ઓળખાતી હતી અને તે નિયમિત રીતે ફિટનેસ માટે જીમ જતી હતી.
આજે વહેલી સવારે તે પનાસ વિસ્તારમાંથી પોતાના મોપેડ પર પસાર થઈ રહી હતી, તે દરમિયાન સુરત મનપાના કચરાના ટેમ્પો ચાલકે તેને બેફામ રીતે ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે વિધિ કદમ મોપેડ પરથી નીચે પટકાઈ અને તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કચરા ગાડીના ચાલકને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
આ દુર્ઘટનાના પગલે વિધિના પરિવારમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્ટેટ લેવલની પ્રતિભા ધરાવતી યુવતીનું આ રીતે કરુણ મોત થવાથી રમતગમત જગતમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.