- સુરત જિલ્લામાં દુષ્કર્મના આરોપીને સજા
- સગીરાને વેચી દેનાર મહિલાને પણ સજા
- યુવક સાથે સગીરાને 2 લાખ લઇ લગ્ન કરાવ્યા
સુરત જિલ્લાની ઘટનામાં કોર્ટે સજા આપીને એક દાખલો બેસાડ્યો છે. સગીરાને વેચી દેનાર મહિલાને તેમજ બળાત્કાર કરનાર રાજસ્થાની યુવકને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી છે. સગીરાને વેચી દેનાર હંસાબેન તેમજ તેણીની સાથે રેપ કરનાર ખીમસિંહને કસુરવાર ઠેરવ્યા છે.
સુરત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો એક્ટનો કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા કરાઇ હતી. ગુન્હાની વિગત એવા પ્રકારની છે કે એક મહિલા દ્વારા સગીરાને બે લાખમાં વેચી દીધી હતી. સગીરા પાસેથી લીધેલા 20 હજાર પરત આપવા નહીં પડે તે માટે મહિલાએ સગીરાને વેચી દીધી હતી. સગીરાને વેચી દેનાર હંસાબેન તેમજ સગીરા સાથે રેપ કરનાર ખીમસિંહને કસુરવાર ઠેરવીને રાજસ્થાની યુવકને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી હતી.
સુરત જિલ્લા પોલીસે આ આખું રેકટ ઝડપી પાડ્યું હતું
સુરત જિલ્લા SOGને બાતમી મળતા પોલીસે આરોપીઓને પકડી કિશોરીને છોડાવી હતી. કીમમાં રહેતી સગીરાને 2 લાખમાં વેચી દેવામાં આવી હતી. યુવક સાથે જબરદસ્તીથી લગ્ન કરાવી દેનાર મહિલા તેમજ આ સગીરાની સાથે દોઢ વર્ષ સુધી રેપ કરનાર આરોપીને કોર્ટે કસુરવાર ઠેરવ્યા હતા. ભોગ બનનાર સગીરાને પાંચ લાખનું વળતર આપવા પણ હુકમ કરાયો હતો. કોર્ટે હુકમ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓનું કૃત્ય સંસ્કૃતિ-સમાજ વિરોધી છે.
Source link