સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સુરત જિલ્લાના ઉધના વિસ્તારમાં 31 લાખની ચોરીની ઘટના બની છે. બે ઈસમો બાઈક પર આવી બેગ લઇ ફરાર થઈ ગયા. ફરિયાદી ગાડીમાંથી ઉતરે ત્યાં બીજી બાજુ ચોર ઈસમો હાથફેરો કરી ફરાર થઈ ગયા. કાર માલિક ફરિયાદીએ 31 લાખ ભરેલ બેગ ગાડીમાં મૂકી હતી.
ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી
પોલીસે આ બાબતે ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ આ બાબતે જણાવ્યું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ મંદિરની સામે એક ભાઈ કલેક્શનના પૈસા લઈને પોતાની ગાડીમાં મૂક્યા હતા. ગાડીમાં લોક કર્યા વગર પોતાના કામથી બહાર ગયા હતા. અને પાછળથી આવીને કુલ બે વ્યક્તિઓએ ગાડીમાં રાખેલા પૈસા ચોરી કરી લીધા હતા. ચોરી કરનાર બે આરોપીઓ બાઈક લઈને ભાગ્યા છે. જેને લઈને ઉધના પોલીસની ટીમે નાકાબંધી માટે મેસેજ આપી દીધો છે. આ સાથે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમની પાસે 31 લાખ રૂપિયા હતા. જેથી 31 લાખ રૂપિયાની ચોરી થયા હોવાનું પ્રાથમિક જણાઈ આવે છે. તે છતાં અમે તમામ બાબતો ચકાસણી કરી રહ્યા છીએ. અને આ ઘટના લૂટની નથી પણ ચોરીની છે. ખૂબ જ ગેરવ્યાજબી રીતે ગાડીને લોક કર્યા વગર ફરિયાદીએ ગાડીમાં પૈસા રાખેલ હતા. અને આવી મોટી ગફલતના કારણે ચોરને ચોરી કરવાનો મોકો મળ્યો હતો.
થોડા દિવસ પહેલા સુરતમાં જવેલર્સની દુકાનમાંથી ચોરી થઈ હતી
સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સોના-ચાંદીની ચોરી કરી હતી
ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. ટર્નિંગ પોઇન્ટ પાસે આવેલી “ઓર્નામેન્ટલ જ્વેલર્સ “નામની દુકામાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રી દરમ્યાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યુ હતું.
Source link