સુરત મનપા કચેરી બહાર અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન વર્ગ 4 ના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. વર્ગ 4ના કર્મચારીઓના અમુક પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આંતરિક પ્રશ્નોને લઈ વર્ગ ચારના 15 કર્મીઓ હાલ ભુખ હડતાલ પર ઉતર્યા છે.
સુરત મનપા કચેરી બહાર હોબાળો
સુરત મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં વર્ગ ચારના કર્મચારીઓએ પોતાના પ્રશ્નોને લઈ ઉગ્ર વિરોધ નોંધાવી હોબાળો કર્યો હતો. હોબાળો થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. કર્મચારીઓનુ વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ઘારણ કરે તે પહેલા પોલીસ હરકતમાં આવી હતી. હાલ આ હોબાળામાં સામેલ વર્ગ 4ના 20થી વધુ કર્મચારીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ગ 4ના સફાઈ કામદારોએ નોંધાવ્યો વિરોધ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત મનપા કચેરી બહાર અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન દ્વારા આંતરિક પ્રશ્નોનો ઉકેલ ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. સુરતના વર્ગ 4ના સફાઈ કામદારોએ પોતાની આંતરિક માંગણઓનો ઉકેલ ન આવતા મનપા કચેરીની બહાર દેખાવો કર્યા હતા. વર્ગ 4ના કર્મીઓ જૂની પેન્સન યોજના અમલ કરવામાં આવે તેવી માંગ સાથે મનપા કચેરી પહોંચ્યા હતા. તેમણે સુત્રોચ્ચાર કરતા કહ્યું કે, ભરતીમાં રોસ્ટર પ્રથામાંથી વર્ગ 4 ના કર્મચારીઓને મુક્તિ આપવામાં આવે, આ તમામ માંગો સાથે વર્ગ ચારના 15 કર્મીઓ ભુખ હડતાલ પર ઉતર્યા છે.
હડતાલ પર બેઠેલા એક કર્મચારીની તબિયત લથડતા તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ વધ્યુ હતુ.
Source link