GUJARAT

Surat ભાજપમાં અંદરો-અંદર ખુલ્લા પાડવાની સ્પર્ધા, વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ

ભાજપ શાસિત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે,મેયરના લેટરમાં ધારાસભ્યએ લખ્યું છે કે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે લોકો હિજરત કરીને જઈ રહ્યાં છે,વર્ષોથી રોડ બનાવવાની માંગ છે તેમ છત્તા કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપતું નથી.

વિકાસ મુદ્દે ઉઠાવ્યો પ્રશ્ન

સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો છે,સુરત મેયરને પત્ર લખી વિકાસના અભાવ મુદ્દે રજૂઆત કરી છે,સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અભાવ છે તેમજ પાયાની સુવિધાનો અભાવથી લોકો હિજરત કરી રહ્યાં છે સાથે સાથે ખાડાવાળા રસ્તાથી લોકો કંટાળી લોકો હિજરત કરી રહ્યાં છે,તો વરસાદના સમયે પણ આ વિસ્તારમાં લોકોને હાલાકી પડી હતી તેમજ વરસાદ બાદ જે નવા રોડ બનવા જોઈએ તે બન્યા નથી જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આરસીસી રોડ બનાવવા કરી માગ

આ સમગ્ર લેટરમાં ધારાસભ્યનો વિકાસને લઈ રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે,તેમણે લેટરમાં વધુ લખ્યુ છે કે,9 મીટરથી પહોળા તમામ રોડ હોવા જોઈએ અને તમામ રોડ આરસીસીના હોવા જોઈએ તેવી માંગ પણ કરી છે,તળ સુરત વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે અને વર્ષોથી ભાજપના ધારાસભ્યને લોકો ચૂંટીને લાવે છે ત્યારે લોકોની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ તેવું ધારાસભ્યનું કહેવું છે,અનેકવાર રજૂઆતો કોર્પોરેશને કરી તેમ છત્તા રોડ બનતા નથી તેવો આક્ષેપ કરાયો છે.

લોકલ સુરતી વિસ્તારમાં વિકાસના કામ નો અભાવ

સાર્વજનિક સુવિધાના અભાવને કારણે તળ સુરતમાંથી લોકો અન્યત્ર જગ્યાએ હિજરત કરી રહ્યા છે સાથે સાથે છેલ્લા 34 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે છતાં તળ સુરતમાં સુવિધાનો અભાવ હોવાના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે,આ બાબતે અગાઉ પણ સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી તેમ છત્તા કોઈએ વાત ગણકારી ન હતી અને લોકોને હિજરત કરવાનો વારો આવ્યો છે,ધારાસભ્યએ આરસીસી રોડ જલદીથી બને તેવા સુર લહેરાયા છે.વિકાસના કોઈપણ મોટા કામ થયા ન હોવાનો પણ અરવિંદ રાણાએ પત્રમાં કર્યો છે ઉલ્લેખ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button