GUJARAT

Surat: ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 40 મોબાઈલ ચોરી કરનારા ચોરની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચને ખૂબ મોટી કહી શકાય તેવી સફળતા મળી છે, મહિધરપુરા વિસ્તારમાંથી હેવમોર મોબાઈલ શોપમાંથી સવા સાત લાખ રૂપિયાની કિંમતના 40 મોબાઈલ ચોરાયા હતા એ મોબાઈલ ચોરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

હેવમોર મોબાઈલ શોપમાંથી 40 જેટલા મોબાઈલની ચોરી કરી હતી

તમને જણાવી દઈએ કે સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી લીધી છે, પ્રકાશ લુકમાન નામના આરોપીએ તાજેતરમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી હેવમોર મોબાઈલ શોપમાંથી 40 જેટલા મોબાઈલની ચોરી કરી હતી અને આ 40 મોબાઈલ નવા જ હતા અને જેની કિંમત અંદાજિત 7 લાખ 25 હજાર રૂપિયા જેટલી થવા જાય છે.

પોલીસે 25 મોબાઈલ ફોન અને 1 મોટર સાયકલ આરોપી પાસેથી કર્યું કબ્જે

સમગ્ર ઘટનાને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે રીઢો ગુનેગાર પ્રકાશ લુકમાન આ ચોરીમાં સંડોવાયો હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે પ્રકાશ લુકમાનને શોધી કાઢ્યો હતો, પ્રકાશ લુકમાન પાસેથી હાલ 5 લાખ 25 હજારની કિંમતના 25 મોબાઈલ ફોન તેમજ એક મોટર સાયકલ કબજે કરવામાં આવી છે.

મહિધરપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

આ પ્રકાશ લુકમાન અગાઉ રાંદેર, અડાજણ અને પાલ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી આઠ જેટલી ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ પ્રકાશ લુકમાનની ધરપકડ કરીને મહિધરપુરા પોલીસને સુપ્રત કર્યો છે અને મહિધરપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ત્રણ પોલીસકર્મી સામે કાર્યવાહી

સુરતમાં ત્રણ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ શહેરના કાપડ માર્કેટમાં ઘોડા બેસાડી ઉઠમણું થયું હતું અને આ ઉઠમણામાં મિલીભગત રાખનાર 3 પોલીસકર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત CPએ ત્રણેય પોલીસકર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરી દીધી છે. સરોલીના પોલીસકર્મી રણજિત જાદવ, રણછોડ રબારી અને અશ્વિન ડાંગરની પણ બદલી કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button