GUJARAT

Surat જિલ્લા એલસીબીએ ડાંગના વઘઈમાંથી થયેલ સરકારી અનાજની ચોરીનો ભેદ ઉકેલ્યો

સુરત જિલ્લા LCBએ સરકારી અનાજની ચોરીનો ભેદ ઉકેલ્યો છે જેમાં ડાંગના વઘઈમાં અનાજનો જથ્થો ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.સરકારી અનાજનો જથ્થો આરોપીઓએ ચોરી કર્યો હતો તેવૂ કબૂલાક પોલીસ સમક્ષ કરી છે.વઘઈમાંથી 13 લાખનો સરકારી અનાજનો જથ્થો ચોરી થયો હતો જેને લઈ પોલીસે મોટી કામગીરી કરી છે અને અનાજનો જથ્થો ઝડપી પાડયો છે.

સુરત જિલ્લા LCBએ 3 આરોપીઓને ઝડપી લીધા

સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ અનાજનો જથ્થો લઈ ટ્રકમાં નીકળ્યા છે અને તે જથ્થો ચોરીનો છે જેને લઈ પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક સહિત 54 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે,માંડવીના ધોબરી નાકા પાસેથી પોલીસે ટ્રક ઝડપી પાડ્યો છે,3 આરોપી પૈકી મસીદ જુમઈ ખાન UPમાં ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે.

વઘઈથી ચોરાયો અનાજનો જથ્થો

વઘઈમાં સરકારી અનાજનો જથ્થો ચોરાયો હતો જેને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી સાથે સાથે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પણ આરોપી સુધી ના પહોંચી આ કેસ સુરત એલસીબી સુધી પહોંચ્યો અને બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડયા,ડાંગ જિલ્લાના વઘઈથી સરકારી અનાજની ચોરી કરી અને આ મુદ્દામાલ તે લોકો કોઈ અન્યને વેચવા જાય તે પહેલા ઝડપાઈ જાય છે.પોલીસને જોઈ એક આરોપી ભાગી છૂટવામા સફળ થતા તેને ફરાર જાહેર કરાયો છે,તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના છે.

એલસીબી દ્વારા પકડાયેલ આરોપી

01- માજીદ ખાન

02-મોહમ્મદ શહેનશાહ

03-મોહમ્મદ સમીર

પોલીસ દ્વારા કબ્જે કરાયેલ મુદ્દામાલ

1. ચોરી કરેલ સરકારી અનાજના ઘઉનો જથ્થો 25195કક.ગ્રામ કિં.રૂ.૧૩,૬૦,૫૩૦/-

2. ચોરી કરેલ ટાટા કાંપનીની ટ્રક નાં.GJ-15-AV-3033 રૂ.૧૫,૦૦,૦૦૦/-

3. ટ્રક નાં.UP-70-CT-5467 મા ભરેલ મકાઈનો જથ્થો ૨૫૧૪૦ કક.ગ્રા, કક.રૂ.૬,૧૭,૪૦૦/-

4. ટાટા ટ્રક નાં.UP-70-CT-5467 , કક.રૂ.૨૦,૦૦,૦૦૦/-

5. આરોપીઓના મોબઈલ ફોન નાંગ-૪ જેની કકિં રૂ.૧૫,૫૦૦/-

6. રોકડા રૂપીયા ૩૪૦/-

કુલ મદ્દુામાલ કક.રૂ.૫૪,૯૩,૭૭૦/

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button