GUJARAT

Surat News: દિવાળી આવી હાલો વતને…! રેલવે સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ

દિવાળીનો તહેવાર આવતાની સાથે લોકો વતન જવા માટે દોટ મુકે છે. તહેવારોની સિઝન આવતાની સાથે જ સુરતમાં રહેતા પરપ્રાંતિઓ વતન જવા માટે રવાના થયા છે. ત્યારે આ વખતે ઉત્તર ભારત જવા માટે મોટાભાગની ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડી રહી છે. તેવામાં ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ મુસાફરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન પકડવા માટે વહેલા 5 વાગ્યાથી આવીને લાઈનો લગાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

દિવાળી પર્વને લઇ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જામી છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોવા મળી રહ્યાં છે. વતન જવા માટે મુસાફરોની મોટી લાઈનો જોવા મળી રહી છે.મોટી સંખ્યામાં ઉમટતાં લોકોથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 

ટ્રેન વધારવા યાત્રિકોની માગ

દિવાળીનો તહેવાર આવતા ની સાથે જ સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિઓ વતન જવા માટે રવાના થયા છે. યાત્રિકોનું કહેવું છે કે, 5 વાગ્યાથી વેઇટિંગ કરી રહ્યા છી. સવારથી જ રેલવે સ્ટેશનમાં ભારે ભીડ રહે છે. હોલિ ડે સ્પેશિયલ ગાડીમાં પણ ટ્રાફિક છે. લાઈનો બહુ લાગે છે. જેથી યાત્રિઓની તકલીફોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ ગાડીઓ ચલાવવી જોઈએ જેથી કરીને મુસાફરોને માદરેવતન સમયસર પહોંચી શકે. અમારે દિવાળીના તહેવારમાં ઘરે જવું છે ત્યારે અમને પૂરતી વ્યવસ્થા તંત્ર કરી આપે તેવી અમે માગ કરી રહ્યા છીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button