સામન્ય રીતે લો એન્ડ ઓર્ડર માટે જાણીતી સુરત શહેર પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં સુરત શહેર પોલીસે 49 જેટલા આત્મહત્યા કરવા જતાં લોકોને બચાવી તેમને જીવન જીવવાની શીખ આપી છે.
સુરત પોલીસે દ્વારા એન્ટી સુસાઈડ હેલ્પલાઈનની સુવિધા પણ શરૂ કરવામાં આવી
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કપરા સમયમાં ધંધા રોજગાર, વેપારમાં મંદી સહિત અનેક પ્રકારની સમસ્યાને કારણે સર્જાતી માનસિક તાણને કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતદિન વધી રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સુસાઈડ હેલ્પલાઈનની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી. જેના માટે એક ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં સ્પેશ્યિલ ટીમ બેસાડવામાં આવી છે.
સુરત શહેરના તમામ બ્રિજ ઉપર પણ સીસીટીવીથી વોચ રાખવામાં આવે છે
આ રૂમમાં કોલ કરનારનું સૌ પ્રથમ લોકેશન અને ડીટેલ કાઢી કોલ જે તે વિસ્તારમાં ટ્રાન્સફર કરી તેમનો જીવ બચાવી લેવામાં આવે છે. ઘણી ઘટનાઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ નહીં પરંતુ એક તબીબની જેમ આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને સ્થળ પર જ કાઉન્સિલર બનીને કાઉન્સીલિંગ કરી તેને નિર્ણય બદલવાના પ્રયાસ કરવામાં આવે છે. બીજી બાજુ અહીં કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને સુરત શહેરના તમામ બ્રિજ ઉપર પણ વોચ રાખવામાં આવે છે. જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય છે.
ભરૂચમાં જંબુસર પોલીસની પ્રશંસનીય કામગીરી
ભરૂચ જિલ્લામાં એક વાયરલ વીડિયો બાદ પોલીસ સતર્ક બની હતી અને એક અસ્થિર મગજના યુવાનનું પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. જંબુસર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી અને અસ્થિર મગજના કિશોરને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. છત્તીસગઢના યુવાનનો પરિવાર સાથે મેળાપ જંબુસર પોલીસે કરાવ્યો હતો. દેવલા ગામેથી અસ્થિર મગજના યુવાનને પોલીસ સ્ટેશન લાવી તેની રહેવા જમવાની વ્યવસ્થા કરીને પોલીસે માનવતાનો ધર્મ નિભાવ્યો હતો અને અસ્થિર મગજનો યુવાન ઉમેશભાઈ ખીકદાસ માણેકપુરીને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
Source link