હાલમાં ઘણા લોકોના સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બની રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશ્નરનું સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક પર ફેક એકાઉન્ટ બન્યું છે. સોશિયલ મીડિયા ફેસબુકમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોતના નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે.
અજાણ્યા શખ્સ દ્વારા બનાવવામાં આવ્યું એકાઉન્ટ, ફેક એકાઉન્ટમાં જુના ફોટા અપલોડ કરાયા
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેસબુક પર આ ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેક એકાઉન્ટમાં કમિશનર ભૂતકાળમાં કોઈ કાર્યક્રમમાં ગયેલા હોય તે ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં સુરત પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને પોસ્ટ પણ કરવામાં આવી છે કે સુરત પોલીસ કમિશ્નરનું સોશિયલ મીડિયામાં આ એકાઉન્ટ ફેક બનેલું છે.
અગાઉ IPS અધિકારી હસમુખ પટેલના નામે વધુ ફેક એકાઉન્ટ બન્યું હતું
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા રાજ્યના જાણીતા IPS અધિકારી હસમુખ પટેલનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હતું. આ અંગે તેમણે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા ફોટા વાળું ફેક ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે, તેથી સાવચેત રહેવા અપીલ કરી હતી.
લોકોના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરી ગેંગ સક્રિય
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર લોકોના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરી ગેંગ સક્રિય છે. જેમાં IPS અધિકારી હસમુખ પટેલ પણ તેનો શિકાર બન્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મારા ફોટા વાળું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. જેના દ્વારા મેસેજ મોકલવાનું ધ્યાન પર આવ્યું હતું અને આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં તેવી અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યના ઘણા અધિકારીઓ અને નેતાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે અને આ પ્રકારની પ્રવૃતિ કરીને ઘણા લોકો પૈસા પડાવે છે. ત્યારે લોકો પણ આ અંગે સાવચેત રહે તે ખુબ જ જરૂરી બન્યું છે.
Source link