સાવલી પોક્સો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકની હદમાં 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની અને એક લાખના દંડની સજા સાવલી કોર્ટ દ્વારા આપવામાં આવી છે. આરોપી વનરાજસિંહ અમરસિંહ, રહે. ગુતરડી, તાલુકો ડેસરને પોકસો બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો છે. સાવલી અધિક સેશન કોર્ટના જજ જે એ ઠક્કરે આજીવન કેદની સજા અને પીડિતાને ચાર લાખની સહાય ચૂકવવા જિલ્લા લીગલ ઓથોરિટીને ભલામણ કરી છે.
Source link