GUJARAT

Surat: સુવાલી બીચ ફેસ્ટિવલનો હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમો મચાવશે ઘૂમ

સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યાં હતા. સુવાલી બીચ ફેસ્ટિવલ 3 દિવસ સુધી ચાલશે. બીચ ફેસ્ટીવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી સુવાલીની આસપાસના લોકોને રોજગારી મળશે. પ્રવાસન વિભાગે ફેસ્ટિવલ માટે 50 લાખ ફાળવ્યા છે. ગત વર્ષે 80 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

સુરતમાં આજથી ત્રીદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઇ ગયો છે. સુવાલી બીચ ફેસ્ટિવલમાં અનેક વિશેષ આકર્ષણોનો પણ લાભ લઇ શકાશે. ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ દ્વારા દર અડધો કલાકના અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ સિટી બસની સેવા 26 સ્થળોએથી મળી રહેશે.

20થી 22 ડિસેમ્બરનો કાર્યક્રમ

  • 20 ડિસેમ્બરઃ સાંજે 4.30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ
  • 20 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે કિંજલ દવેનું લાઇવ પરફોર્મન્સ
  • 21 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે ગોપાલ સાધુનો લોક ડાયરો
  • 22 ડિસેમ્બરઃ સાંજે 6 વાગ્યે પંકજ અગ્રવાતની ગઝલ સંઘ્યા
  • 22 ડિસેમ્બરઃ સાંજે 7 વાગ્યે બેન્ડ લાઇવ પરફોર્મન્સ
  • 22 ડિસેમ્બરઃ રાત્રે 9 વાગ્યે સમાપન સમારોહ

સુરત કલેક્ટર સૌરભ પારઘીએ જનતાને અપીલ કરી છે કે સુવાલી આજથી શરૂ થઇ રહેલા બીચ ફેસ્ટિવલમાં આપ મોટી સંખ્યામાં આવો. તેમણે જણાવ્યું છેકે, ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20 21 અને 22 ડિસેમ્બરના રોજ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે એક ખૂબ જ સારી તક છે. એમાં રાજ્યકક્ષા, લોકલકક્ષા અને બધાજ જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સથી કરવાના છીએ. ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આયોજન સરકાર તરફથી કર્યું છે.

બસ વ્યવસ્થા : દર અડધો કલાકે અડાજણ ડેપોથી સુવાલી માટે સુરત એસ.ટી.ની બસ ઉપડશે., ઓલપાડ ડેપોથી પણ બસ ઉપડશે.

સિટી બસ : વરિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ, ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ, કામરેજ ચાર રસ્તા, ઉધના ત્રણ રસ્તા, પાલ, ચોક ગાંધીબાગ, ભેસ્તાન ચાર રસ્તા, પાંડેસરા પીયૂષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારીયાથી ઉપડશે.

વિશેષ આકર્ષણો

  • ફુડ કોર્ટ
  • ક્રાફટ સ્ટોલ
  • સેલ્ફી પોઈન્ટ
  • સાંસ્કૃતિક કાર્યક્રમો
  • વિવિધ રમત-ગમતો
  • સાહસિક પ્રવૃત્તિઓ (ટગ ઓફ વોર, ઊંટ સવારી, ઘોડે સવારી, ટાયર ક્લાઈમ્બગ વગેરે)

વધુમાં તેમણે ઉમેર્યું છેકે, લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટીમેટ કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે ફેસ્ટિવલ આણંદ લેશે. તો આપને પણ વિનંતી છે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો. આપના કન્વેન્સ માટે સિટી લિંક્સની 26 બસો અને એસટી વિભાગની અલગ-અલગ જગ્યાએથી બસો છે જે દરેક સમયે મળી રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે. તેમજ સેફ્ટી, સિક્યોરિટીના જેટલા ફીચર્સ સાથે આપણે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button