સુરતના સૈયદપુરામાં ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આજે 27 સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને 20 દિવસ બાદ 25,000 રૂપિયાના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
ગત 8 સપ્ટેમ્બર, 2024ના રોજ સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી. આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં જ ચોકીના નજીકના બિલ્ડિંગની આગાસી, બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો, જોકે, આ ઘટનામાં પોલીસે છ સગીર સહિત કુલ 32 લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી છ સગીરોને જુવેનાઈલ હોમમાંથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. જ્યારે 10 સપ્ટેમ્બરે 26 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યાર બાદ પોલીસે 12 સપ્ટેમ્બરના રોજ પોલીસ 24 આરોપીને વધુ રિમાન્ડ માટે લઈને સુરત કોર્ટ પહોંચી હતી. જેમાંથી 4 આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે નામંજૂર કરતાં તમામ 24 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે આજે 27 સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને 20 દિવસ બાદ 25,000 રૂપિયાના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
સૈયદપુરામાં શું ઘટના બની હતી?
સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડી મોડીરાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે બપોર (9 સપ્ટેમ્બર, 2024) સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના બાદ ટોળું પોલીસ ચોકી ધસી ગયું વરિયાવી બજારમાં ઊભો કરવામાં આવેલો ગણેશ પંડાલમાં 6 કિશોર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે પોલીસ ચોકીથી લગભગ 200 મીટર દૂર છે. આ ઘટનાથી ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકી આવશે, એ કોઈને ખબર નહોતી. પરંતુ જ્યારે લોકો એકત્ર થયા ત્યાં આ ઘટનાને લઇ ભારે વિરોધ શરૂ થઈ ગયો. રાજકારણીઓ પણ એકત્ર થઈ ગયા અને તેના અડધા કલાક બાદ અચાનક જ ચારે બાજુથી પોલીસ અને લોકો ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો.
સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પથ્થરમારાની ઘટનાના આરોપીઓનું લિસ્ટ
• અશરફ અબ્દુલ સલમાન અંસારી (રહે. કલાઇગરવાડ)
• આસિફ મહેબૂબ સૈયદ (રહે, ફારૂખ મંઝિલ, સૈયદપુરા)
• અલ્તાફ સુલેમાન ચૌહાણ (રહે, બોમ્બેવાલા બિલ્ડિંગ, વરિયાવી બજાર)
• ઇસ્તીયાક મુસ્તાક અંસારી (રહે, અંજુમન ચાલ, સૈયદપુરા)
• આરીફ અબ્દુલ રહીમ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• તલ્હા મજદરૂલ સૈયદ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• ઇલ્યાસ ગુલામુન શેખ (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• ઇરફાન મો.હુસૈન બાગીયા (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• અનસ આમીર ચરમાવાલા (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• મો. સાકીલ મો. યુસુફ ગાડીવાલા (રહે, બરાનપુરી ભાગળ)
• આશીફ મહીર વિધ્ય (રહે, રોશનપાર્ક, સૈયદપુરા)
• ઇમામુલ ઇસ્માઇલ શેખ (રહે, અલીઇલાફ એપા, સૈયદપુરા)
• ફૈમુદ્દીન હુસૈનુદ્દીન સૈયદ (રહે, અલીઇલાફ એપા, સૈયદપુરા)
• સાજીદ શેખ અબ્દુલમુનાફ માસ્ટર (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• આબનજી હસન અલુબબકર (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• તૈયબાની મુસ્તુફા કાદરઅલી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• ઇમરાનઅલી મોહમદ પરીયાણી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• ઇરફાન સુલેમાન કમાણી (રહે, આલીયા એપા., ભંડારીવાડ)
• કાજી હુસેરા સાઉદ એહમદ (રહે, મીના કોમ્પ., સગરામપુરા)
• મો. વાસી સૈયદ સુદુકી (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• મો. અયાન મો. રઇશ (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
• મોયુદ્દીન ભીખા ઘાંસી (રહે, રહેમાની પેલેસ, વેડ દરવાજા)
• સોહેબ સાહિલ ઝવેરી (રહે, ફૂલવાડી, ભરીમાતા રોડ)
• ફિરોજ મુખ્તાર શા (રહે, ગોગા મંજીલ, રામપુરા)
• અબ્દુલ કરીમ રસિદ સહેમદ (રહે, રિવરવ્યૂ સોસા., ભરીમાતા રોડ)
• જુનેદ વહાબ શેખ (રહે, અલીઇલાફ એપા., સૈયદપુરા)
તાળાં તોડી પોલીસે આરોપીઓને પકડ્યા હતા અચાનક જ સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસે પથ્થરબાજોની શોધખોળ હાથ ધરી હતી. બબાલ બાદ પથ્થરબાજો પોતાનાં ઘરોમાં છુપાઈ ગયા હતા. પોલીસ શોધતાં-શોધતાં તેમના ઘર સુધી પહોંચી હતી. કેટલાંક મકાનોમાં બહારથી તાળું મારેલું હતું. ચોક્કસ માહિતી હતી કે, ભલે તાળું બહારથી માર્યું હોય પણ પથ્થરબાજો અંદર છે. પરિણામે પોલીસે અનેક મકાનોનાં તાળાં તોડીને પથ્થરબાજોની અટકાયત કરી હતી. તો બીજી તરફ પથ્થરબાજોએ મહિલાઓને આગળ કરી હતી. મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઈમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવાં ઘરોમાં મોકલાયાં હતાં. પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ ચાર લોકો એક ઉપર એક સૂઈ ગયા હતા. અને પોતાના ચંપલ પણ પોતાની પાસે રાખ્યા હતા. પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓને પકડ્યા હતા.
પથ્થરમારાની ઘટના ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ
• યુવરાજસિંહ ભરતસિંહ વાઘેલા (માથાના ભાગે ઈજા) (ઉં.વ. 31, રહે. વિવેકાનંદ ટાઉનશિપ, પાલનપુર જકાતનાકા)
• હાર્દિક છગનભાઈ રાજપાલ (માથાના ભાગે ઈજા) (ઉં.વ. 27, રહે, કુસુમ માંજલી એપાર્ટમેન્ટ, કતારગામ)
• સરદારસિંહ ધનજીસિંહ ગરૈયા (જમણા પગે ઈજા) (ઉં.વ. 39, રહે. મહિધરપુરા પોલીસ લાઈન)
• અજીતસિંહ માનસિંહ પારઘવી (ડાબા પગે ઈજા) (ઉં.વ. 39, રહે. મહિધરપુરા પોલીસ લાઈન)
Source link