વાત કરીએ પ્રાચીન ગરબાની.. આમતો સમયની સાથે નવરાત્રિમાં માતાના ગરબાની રીત બદલાઈ છે. આજે યુવાઓ ડી.જે.ના તાલે પશ્ચિમી અનુકરણ કરી રહ્યા છે, પરંતુ ઓલપાડના કરશનપરામાં 70 વર્ષોથી આજે પણ પ્રાચીન ગરબા ગવાઈ છે. ઓલપાડના કરશનપરામાં માતાજીની આરાધના સાથે ગરબાની વર્ષો જૂની આ પરંપરા હજુ પણ જીવંત રાખી છે.
જૂની પરંપરા આજે પણ જીવંત
આજે યુવા ધન પશ્ચિમી અનુકરણ કરી રહી છે. યુવાનો ભારતીય સંસ્કૃતિથી વિસરાઈ રહ્યા છે અને પોતાની ભારતીય સભ્યતા ભૂલી રહ્યા છે. ત્યારે આજે પણ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરશનપરા વિસ્તારમાં વર્ષોથી જૂની ઢબથી નવરાત્રિ તહેવારમાં માતાની આરાધના કરવામાં આવી રહી છે. હાલમાં ચાલી રહેલ નવરાત્રિમાં આજે પણ ગામડાઓમાં જૂની ઢબથી માતાના ગરબા ગવાય છે. આ જૂની પરંપરા ઓલપાડમાં આજે પણ જીવંત જોવા મળી રહી છે.
ગુજરાતની નવરાત્રિ દેશ વિદેશમાં પ્રચલિત
આમતો ગુજરાતની નવરાત્રિ દેશ વિદેશમાં પ્રચલિત છે. પરંતુ આખું ગુજરાત ડી.જે.ના તાલે ઝૂમે છે. આજે યુવાઓ પ્રાચીન ગરબા ભૂલી રહ્યા છે, ત્યારે આવા સમયે ગુજરાતના આજે પણ અનેક એવા ગામડાઓ છે, જ્યાં નવરાત્રિની ઉજવણી સાદગીથી અને માતાની માટલી મૂકી મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે.
વર્ષોથી ગવાય છે પ્રાચીન ગરબા
ઓલપાડ તાલુકાના કરશનપરા વિસ્તારમાં આજે પણ વર્ષોથી પ્રાચીન ગરબા ગવાય છે. નાના-નાના બાળકો, યુવાનો, યુવતીઓ અને વૃદ્ધો મન મૂકી ગરબાની રમઝટ બોલાવે છે. મહિલાઓ પોતાના મુખે માતાના ગરબા ગાય છે અને વડીલો સંગીતના સૂર રેલાવે છે. ખરા અર્થમાં કરશનપરા વિસ્તારના લોકો પોતાના બાળકોને અર્વાચીન ગરબાના રંગમાં અને પશ્ચિમી ટાયફા તરફ ના જાય એ માટે પ્રાચીન ગરબાને જ મહત્વ આપે છે. જેથી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય.
બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય
વર્તમાનમાં ઝડપી આગળ વધી રહેલા જમાના સાથે યુવાઓ ભટકી પણ રહ્યા છે. ત્યારે વડીલો દ્વારા બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય અને પોતાના બાળકો પણ આજ પરંપરા આગળ વધારે તેવી આશા વડીલો રાખી રહ્યા છે.
ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા
દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથેના રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે,અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર-સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય.ભગવાન રામ, રાવણ, મહાદેવ, મહારાણા પ્રતાપ, અમર થયેલા રાજાઓ એક મેક સાથે દાંડિયા રમતા જોવા મળે છે.
Source link