સુરતમાં વૃદ્ધાશ્રમના વડીલોએ અનાથ અને દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને ખુશીઓને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. હાલ પવિત્ર નવરાત્રિની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે.
વૃદ્ધાશ્રમના વડીલો અનાથ-દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા
ત્યારે આ ઉજવણીમાં ઘરડા બા-દાદાની સાથે અનાથ ફુલડાઓ, મંદબુદ્ધિ બાળકો, HIV ગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત બાળકો અને દિવ્યાંગ બાળકો વંચિત ન રહી જાય તે માટે હેલ્પિંગ હેન્ડ્સ પરિવાર દ્વારા ખુશીઓને વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અડાજણના જીવન વિકાસ ટ્રસ્ટ હોલમાં સપ્તરંગી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ગલગોટો મેં ચૂંટી’ને લીધો સહિતના ગરબાના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.
હેલ્પિંગ હેન્ડ્સ પરિવાર દ્વારા ખુશીઓને વહેંચવાનો પ્રયાસ
ગરબા રમનારાઓ પોતે પણ સમાજનો અભિન્ન હિસ્સો હોવાનો ગર્વ લેતા અલગ અલગ તાલે ગરબાના સ્ટેપ્સ કર્યા હતા. આ દરમિયાન સોનલ શેઠ માસ્ટરે કહ્યું કે, અમારી સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમે વૃદ્ધાશ્રમ, અનાથ બાળકો સહિતનાને એકઠા કરીને તેમની સાથે નવરાત્રિની ઉજવણી કરી છે. 300 જેટલા લોકોએ એક સાથે માં આદ્યશક્તિ અંબેની આરાધનાના પર્વ એવા નવલા નોરતાની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક કરી છે. આ ઉજવણીમાં ભાગ લઈને લોકો મન મૂકીને ગરબા રમ્યા હતા અને આનંદ માણ્યો હતો.
પંચમહાલમાં 700 જેટલા ડોક્ટર પરિવાર સાથે ગરબે ઘુમ્યા
ડોક્ટર દર્દીના દર્દને દુર કરવાની સેવા કરતા હોય છે અને આ સેવામાંને સેવામાં ક્યારેક ઉત્સવથી અલિપ્ત પણ થઈ જતા હોય છે, પરંતુ ગરબા એક એવો તહેવાર છે. જેનાથી ગુજરાતી તો ક્યારેય દુર રહી શકતો નથી એની સાબિતી આ વર્ષે નવરાત્રિમાં ગોધરા ખાતે એક દિવસીય ગરબાનું આયોજન કર્યું હતું અને એમાંય યુનિક કહી શકાય એમ સદાય પ્રેક્ટિસ માટે અલગ અલગ કહેવાતા ડોક્ટર જેમાં એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિજિયો અને ડેન્ટલ આ તમામ ડોક્ટર ભેગા મળી પોતાના પરિવાર સહિત ગરબા રમવાનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ગોધરા અને તેની આસપાસના તમામ ડોક્ટરોએ પરિવાર સાથે મન મુકી ગરબા રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ જગ્યાએ હવે નવરાત્રિનો રંગ જામ્યો છે અને લોકો મોડી રાત સુધી મિત્રો અને પરિવારજનો સાથે ગરબા રમી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે.
Source link