સુરતમાં રૂ. 12.50 લાખના હીરા ચોરી કેસમાં મેનેજર જ ચોર નીકળ્યો છે. મેનેજર ભાવેશ ઘાસકટાએ જ હીરાની ચોરી કરી હોવાનુ સામે આવ્યું છે. મેનેજરે 13.94 કેરેટના હીરા ચોરી કર્યાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
મહિધરપુરામાં હીરાના કારખાનામાં 30 હજારનો પગારદાર મેનેજર 12.50 લાખના હીરા લઈ ફરાર થયો હતો. હીરાવેપારી ઉપેશ બોડાની ફરિયાદના આધારે પોલીસે ભાવેશ નટવર ધાસકટા(શિવછાયા સોસા, વેડરોડ)ની સામે ગુનો નોંધ્યો હતો. મહિધરપુરામાં હીરાના કારખાનામાં હીરાના પેકેટ ચેક કરતાં 130 હીરા ઓછા નીકળ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે પોલીસ તપાસમાં સમગ્ર મામલે ઘટસ્ફોટ થયો છે. રૂ. 12.50 લાખના હીરા ચોરી કેસમાં હીરાના કારખાનાનો મેનેજર જ ચોર નીકળ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રૂ. 12.50 લાખના હીરા ચોરી કેસમાં હીરાના કારખાનાનો મેનેજર ભાવેશ ઘાસકટાએ જ ચોરી કરી હતી. હીરાના પેકેટ ચેક કરતાં 130 હીરા ઓછા નીકળ્યા હતા. મેનેજરે 13.94 કેરેટના હીરા ચોરી કર્યાનું તપાસમાં ખૂલ્યું છે. મહિધરપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Source link