Asia Cup 2025 : આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો, જાણો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

એશિયાકપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગે શરુ થશે, જેમાં અડધો કલાક પહેલા સાંજે 7:30 વાગ્યે ટોસ કરવામાં આવશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓમાન સામેની આ મેચમાં તેની બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરી શકે છે.
આજે ભારતીય ટીમની આ 250મી T20I મેચ હશે
આ મેચમાં ભારત એક મોટી સિદ્ધિ હાંસલ કરશે. ભારતીય ટીમની આ 250મી T20I મેચ હશે. આ મેચ સાથે ભારત બીજો એવો દેશ બનશે કે જેણે પાકિસ્તાન બાદ સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. પાકિસ્તાન 275 મેચ સાથે પહેલા નંબરે છે. તેની સાથે જ મહત્વની વાત એ ભારતે સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો છે.
ટીમ ઈન્ડિયા સુપર 4 માટે ક્વોલિફાય થઈ ગયું છે
એશિયા કપના આગામી રાઉન્ડ સુપર 4 માટે ભારતની ટીમ પહેલાથી ક્વોલિફાય થઈ ગઈ છે. આથી આ મેચ ભારતની ટીમ માટે પ્રેક્ટિસ મેચ જેવી હશે. તો ઓમાન એશિયા કપમાં પોતાની પહેલી જીત માટે મેદાનમાં ઉતરશે. ઓમાન અત્યાર સુધી યુએઈ અને પાકિસ્તાન સામે મેચ રમી ચૂક્યું છે જેમાં બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેદાનમાં બીજી બેટિંગ કરવાવાળી ટીમ જીતે છે
એશિયા કપમાં અબુ ધાબીનું આ સ્ટેડિયમ બેટ્સમેન માટે અનુકુળ રહ્યું છે. અહીં રમાયેલી 6 મેચમાં પાંચ ટીમો 150 રન કે તેથી વધુ રન કરવામાં સફળ રહી છે. ફાસ્ટ બોલરોને શરૂઆતની કેટલીક ઓવરોમાં સારો એવો સ્વિંગમાં મદદ પણ મળે છે. પરંતુ ત્યાર બાદ આ પિચ બેટ્સમેન માટે ઇઝી બની જાય છે. અહીંયા એશિયા કપમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી ત્રણ ટીમો પહેલા બેટિંગ કરતી વખતે જીતી છે અને ત્રણ ટીમો બીજી બેટિંગ વાળી જીતી છે. પરંતુ અહીંયા ટાર્ગેટ ચેઝ કરવાનું વધુ પસંદ કરવામાં આવે છે.
ઓમાન સામેની મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.