સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, શહેરના કૃષ્ણનગર અને ચૂડાના કોરડામાં પોલીસે જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં ત્રણ મહિલા સહિત 14 શખ્સો રોકડ રકમ અને મોબાઈલ સહિત રૂ. 31,120ની મત્તા સાથે ઝડપાયા હતા. દસાડામાં થયેલ દરોડામાં એક આરોપી ફરાર થઈ ગયો હતો.
દસાડા પીએસઆઈ એન.એ.ડાભી, જે.બી.વાળા સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન દસાડાના રામદેવપીરના મંદિર પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા પ્રહલાદ ગણેશભાઈ પાટડીયા, જયેશ કાળુભાઈ સોલંકી, વીશાલ મુકેશભાઈ ચાવડા, સદ્દામ અયુબભાઈ પરમાર, રાજુ મણીલાલ કાજાણી, મુસ્તાક મહમદભાઈ રાઠોડ અને અખ્તર ગનીભાઈ પરમાર રોકડા રૂ. 18,400, રૂ. 7 હજારના પ મોબાઈલ ફોન સહિત રૂ. 25,400ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં જાવેદ કાળુભાઈ વેપારી ફરાર થઈ ગયો હતો. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમના મુકેશ ઉત્તેળીયા, મહાવીરસીંહ, અજયસીંહ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આસીફ અજમલભાઈ મેમણ, ઈકબાલ મહમદભાઈ મેમણ, સાહીલ જુમાભાઈ બારદાની, રાધાબેન સુનીલભાઈ ચૌહાણ, ચંદ્રીકાબેન સુરેશભાઈ નગવાડીયા અને કરીશ્માબેન ફીરોઝભાઈ બ્લોચ ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. આ જુગારીયાઓ પાસેથી રોકડા રૂ. 5,350 કબજે કરી એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ ચુડાના કોરડા ગામેથી કાળુભાઈ ભુપતભાઈ રોજાસરા રોકડ રકમ રૂ. 370 સાથે પોલીસના હાથે પકડાયો હતો.
Source link