સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધીકારી અને કર્મચારીઓની માહીતી વોટસએપમાં લીક કર્યા બદલ ફરજમાં રૂકાવટ અંગેની તા. 7-11-23ના રોજ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર સાયલા ગ્રામ્ય અને મહેસાણા ગ્રામ્યના 3 શખ્સોને પેરોલ ફર્લોની ટીમે ઝડપી લીધા છે.
સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં ખાણ ખનીજ વિભાગની કચેરી આવેલી છે. તા. 30-10-23ના રોજ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલ ડમ્પર છોડાવવા રાજેશભાઈ નરશીભાઈ ચૌહાણ આવ્યા હતા. તેઓનો મોબાઈલ ભુસ્તર શાસ્ત્રી નીરવ બારોટ દ્વારા ચેક કરાતા અલગ-અલગ વોટસએપ ગ્રુપમાં અધીકારીઓની અને કર્મચારીઓની માહીતી હતી. આથી ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝ સાહીલ પટેલ દ્વારા 63 શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર સાયલા ગ્રામ્યનો શખ્સ સુરેન્દ્રનગર મેકશન સર્કલ પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના ધવલ પટેલને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના શકિતસીંહ, સંજયભાઈ સહિતનાઓએ મેકસન સર્કલ પાસે વોચ રાખી હતી. જેમાં સાયલા તાલુકાના નવા સુદામડા ગામના રમેશ ભરતભાઈ ગાબુને ઝડપી લીધો હતો. જયારે અસલમખાનને મળેલી બાતમીને આધારે પેરોલ ફર્લોની ટીમે આજ કેસના ફરાર આરોપીઓ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના અરસન ઉર્ફે હર્ષદ શાંતુજી ઠાકોર અને બળવંત દોનાજી ઠાકોરને ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓને જોરાવરનગર પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
Source link