દસાડા પોલીસને એરવાડા અને અહેમદગઢ રહેતા 3 શખ્સો પાસે ચોરીના બાઈક હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ત્રણેયને ચોરીના 3 બાઈક કિંમત રૂપીયા 90 હજાર સાથે ઝડપી લીધા છે. આ શખ્સોએ અમદાવાદના વસ્ત્રાપુર, સોલા અને સાણંદમાંથી બાઈક ચોર્યા હતા. દસાડા પોલીસે આરોપીઓને મુદ્દામાલ સાથે અમદાવાદ પોલીસના હવાલે કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ બાઈક ચોરીના ગુનાને અંજામ આપનાર શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. આ દરમીયાન દસાડા પીઆઈ એન.એ.ડાભી, એચ.કે.સોલંકી, વિજયસીંહ, નીલેશભાઈ સહિતની ટીમને એહમદગઢ અને એરવાડા ગામના 3 શખ્સો પાસે ચોરીના બાઈક હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી એહમદગઢના રવી ભગવાનભાઈ વલાણી, રોહીત નવઘણભાઈ વલાણી અને એરવાડાના લાલજી નરશીભાઈ પગીને ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછમાં તેઓએ આ બાઈક અમદાવાદ સીટીના વસ્ત્રાપુર, સોલા અને અમદાવાદ ગ્રામ્યના સાણંદમાંથી ચોર્યા હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે રૂપીયા 90 હજારની કિંમતના 3 બાઈક કબજે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. અને આ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે અમદાવાદ સીટી અને ગ્રામ્ય પોલીસના હવાલે કરાયા હતા.
Source link