સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠેર ઠેર શસ્ત્ર પુજનના આયોજનો થયા હતા. સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા એસપી કચેરીએ શસ્ત્ર પુજન કરવામાં આવ્યુ હતુ. જયારે ક્ષત્રીય સમાજ અને કરણી સેના દ્વારા સુરેન્દ્રનગર શહેરના શકિત મંદિરે શસ્ત્ર પુજન અને શૌર્યયાત્રા યોજાઈ હતી.
અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા પર્વ. આ દિવસને શકિતનું પ્રતીક પણ માનવામાં આવે છે. આથી દશેરા પર્વે શસ્ત્ર પુજન કરાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જિલ્લા પોલીસ અધીક્ષક ડો. ગીરીશ પંડયા, એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીઆઈ પી.બી.લક્કડ સહિતનાઓ શસ્ત્ર પુજન કરાયુ હતુ. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ મથક ખાતે પણ અધિકારીઓએ શસ્ત્ર પુજન કર્યુ હતુ. બીજી તરફ સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજ અને કરણી સેના દ્વારા શકિત મંદિર, સુરેન્દ્રનગર ખાતે શૌર્યયાત્રા અને શસ્ત્ર પુજનનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ શસ્ત્ર પુજન કર્યુ હતુ. આ તકે ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડો. રૂદ્રદત્તસીંહ ઝાલા, પાલીકાના પુર્વ પ્રમુખ જશુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીંબડી પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન:
સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા મથક લીંબડી પોલીસ સ્ટેશને પીઆઈ ગોસ્વામી તથા સ્ટાફ્ દ્વારા શસ્ત્ર્રાગારમા રહેલા શસ્ત્ર્રોનુ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
Source link