- અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી
- પેરોલ ફર્લો સ્કવોડે તેને ઝડપી લઈ હાલ લીંબડી પોલીસના હવાલે કર્યો છે
- અમરાઈવાડી ન્યુ કોટન ત્રણ રસ્તા પાસેથી રૂ. 50 હજારનું બાઈક ચોરાયુ હતુ
અમદાવાદના અમરાઈવાડી પોલીસ મથકે ગત માર્ચ અને એપ્રીલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
આ ગુનાનો ફરાર આરોપી લીંબડીમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડે તેને ઝડપી લઈ હાલ લીંબડી પોલીસના હવાલે કર્યો છે. અમદાવાદના અમરાઈવાડીના જવાહરનગરમાં રહેતા હર્ષદ ભગવાનભાઈ પરમાર તા. 5મી માર્ચે રબારી કોલોની મેટ્રો સ્ટેશન નીચે બાઈક પાર્ક કરી કીટલીએ ચા પીવા ગયા. તે સમયે તેઓનું 20 હજારની કિંમતનું બાઈક ચોરાયુ હતુ. જયારે રખીયાલના જલાલુદ્દીન ઉર્ફે રાજુભાઈ જાનમહોમદ ઈદ્રીશીનું તા. 3જી એપ્રીલના રોજ અમરાઈવાડી ન્યુ કોટન ત્રણ રસ્તા પાસેથી રૂ. 50 હજારનું બાઈક ચોરાયુ હતુ. આ બન્ને બાઈક ચોરીનો ફરાર આરોપી લીંબડીના બળદેવનગરમાં રહેતો મયુર ઉર્ફે બીટ્ટુ અશોકભાઈ રાઠોડ હોવાની તથા હાલ તે લીંબડીમાં હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફે વોચ રાખીને 27 વર્ષીય મયુર રાઠોડને ઝડપી લીધો હતો. આ શખ્સને હાલ લીંબડી પોલીસના હવાલે કરી તેની ધરપકડની જાણ અમરાઈવાડી પોલીસને કરવામાં આવી છે.
Source link