વઢવાણ તાલુકાના ખેરાળી ગામે રહેતા યુવાને શેર બજારમાં રૂપિયા ગુમાવતા બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત આપી દેવા છતાં બન્ને ઉઘરાણી કરતા હતા. તા. 12મીએ રાત્રે યુવાનના ઘરે કાર લઈ જઈ યુવાન પર હુમલો કરી રૂ. 30 હજારની લૂંટ ચલાવી હતી.
ખેરાળી ગામે રહેતા ઉત્તમભાઈ ચંપકભાઈ પરમાર અગરબત્તીનું કારખાનુ ચલાવે છે. ર વર્ષ પહેલા તેઓ શેર બજારમાં રૂપીયા હારી જતા મોસીન ઈસ્માઈલભાઈ ભટ્ટી અને નાસીર ભટ્ટી પાસેથી રૂ. 4 લાખ 20 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં તેઓએ વ્યાજ સહિત રૂપીયા આપી દીધા હતા. તેમ છતાં આ બન્ને શખ્સો અવારનવાર ઉઘરાણી કરતા હતા. ગત તા. 12મીએ રાત્રે બન્ને શખ્સોએ ખેરાળી ઉત્તમભાઈના ઘરે જઈ તેમના પિતાને અપશબ્દો કહીઝપાઝપી કરી હતી. જેમાં ઉત્તમભાઈ વચ્ચે પડતા બન્નેને ફરસી અને છરી વડે ઉત્તમભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં ઉત્તમભાઈને ગાંધી હોસ્પીટલ લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે બન્ને આરોપીઓ સામે એટ્રોસીટી અને નાણાં ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી વી.બી.જાડેજા ચલાવી રહ્યા છે. તા. 12મીએ બનેલ બનાવની પોલીસ ફરિયાદ તાત્કાલીક ન નોંધાતા તા. 13મીને રવીવારે બપોરે ગૌતમભાઈ મકવાણાની આગેવાનીમાં દલીત યુવાનો પોલીસ મથકે રજૂઆત કરવા દોડી ગયા હતા. ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી.
Source link